Skip to main content

Satya Tv News

ડેડીયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે આજ રોજ તા.01/08/2023 ના રોજ આચાર્ય ડૉ.અનિલા પટેલની અધ્યક્ષતામાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ , ડેડીયાપાડા અને લિબર્ટી કેરીયર એકેડ્મીના સયુંક્ત ઉપક્રમે ઉદિશા અંતર્ગત “ પ્લેસમેન્ટ સેલ ” દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લિબર્ટી કેરીયર એકેડ્મીના પ્રતિનિધિ દિગ્વિજય પટેલ, જયદીપ દ્વારા વિધાર્થીઓને વિવિધ કેરિયર અંગે માહિતી આપી હતી, તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કેવી રીતે કરવી તે અંગેની વિશેષ સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માં ૯૦ જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ઉદિશાના કો-ઓર્ડિનેટર ડો.વખતસિંહ ગોહીલ દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ સંકલન પ્લેસમેન્ટ સેલ કો-ઓર્ડિનેટર સંજય પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: