Satya Tv News

વડોદરામાં મોડી રાત્રે પંડ્યા બ્રિજ પાસે ડમ્પરનું ટાયર ધડાકાભેર ફાટતા વિદ્યાર્થીનીઓને અકસ્માત નડ્યો હતો, જેમાં એક્ટિવા સવાર બે વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થઈ હતી જેમાં એકનું મોત થયું હતું , આમ બાળપણની બન્ને વિદ્યાર્થીનીઓ ની જોડી તૂટી ગઈ હતી.

અકસ્માત સર્જાતા ડમ્પરનું ટાયર પ્રંચડ ધડાકા સાથે ફાટતા મોપેડ હંકારી રહેલ ખુશ્બુ કોઠારી ગભરાઇ ગઇ હતી. અને મોપેડ પરથી કાબુ ગુમાવી દેતા ખુશ્બુ કોઠારી અને તેની મિત્ર હેતા જોષીને મોપેડ સાથે રોડની બાજુમાં આવેલ ડિવાઇડરમાં ધડાકા સાથે ભટકાતા હેતા અને ખુશ્બૂ ને ઇર્જાગ્રસ્ત થયા હતા.અકસ્માતના પગલે લોકો દોડી આવ્યા હતા. અને 108 મારફતે બંને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખાતે ખસેડ્યા હતા.

અકસ્માતમાં હેતા જોષીને માથાના ભાગે ગંભીર ઇર્જાઓ પહોંચવાના કારણે ટૂંકી સારવાર દરમિયાન તેનું હોસ્પિટલ માં મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે હેતા અને ખુશ્બુ ખાનગી કોલેજ ના આઈટી ના છેલ્લા વર્ષ માં ભણે છે અને પ્રોજેકટ સબમિટ કરવાની તૈયારીઓ થી ફ્રેશ થવા માટે ગત મોડી રાત્રે ફ્રેશ થવા માટે બન્ને વિદ્યાર્થીનીઓ બહાર નીકળી હતી અને બ્રીજ પર કાળ ભેટ્યો હતો અકસ્માતના બનાવના પગલે પંડ્યા બ્રિજ પાસે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

error: