Satya Tv News

સુરતની વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી એક્ટિવા પર તેમના પત્નીની સાથે મીની બજાર તરફ જઈ રહ્યા હતા. આ સમયે મુખ્ય રસ્તા પર ટ્રાફિક હતું. જેથી તેઓએ આજુબાજુ જોયું તો TRB જવાન ખૂણામાં બાઇક પર બેસીને મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યો હતો. જેથી કુમાર કાનાણીએ ટીઆરબી જવાનને બોલાવીને ખખડાવ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કુમાર કાનાણીને કહી રહ્યા છે કે, તુ તારું સીધું સીધું કામ કર નહીં તો ઝાપટ મારીશ. ત્યારે TRB જવાનેએ કહ્યું કે, કાકા મારવાની વાત નહીં કરવાની. આ સાંભળીને ધારાસભ્ય ઉશ્કેરાઈ ગયા હતા. જોકે, TRB જવાને પોતાની યોગ્ય રીતે ફરજ બજાવવાને બદલે મોબાઇલમાં વ્યસ્ત રહીને ટ્રાફિકનું સંચાલન ન કરતો હોવાનું એકત્રિત થયેલા લોકોએ પણ કહ્યું હતું.

error: