Satya Tv News

કેરલમાં અમેરિકી મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. જ્યાં આશ્રમમાં રહેતી એક મહિલા સાથે બે લોકોએ કથિત રીતે યૌન ઉત્પીડન કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, બંનેની બુધવારે ધરપકડ કરી છે. આ ઘટના સોમવારની હોવાનું કહેવાય છે, તે સમયે 44 વર્ષિય અમેરિકી મહિલા કોલ્લમની નજીક દરિયા કિનારે બીચ પર બેઠી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પહેલા બે લોકોએ મહિલા પાસે આવ્યા અને સિગરેટ ઓફર કરી, જેને લેવાની આ મહિલાએ ના પાડી. પોલીસ પુછપરછમાં આરોપીઓએ પોતાના નામ નિખિલ અને જયન બતાવ્યું છે.

પોલીસને મળેલી ફરિયાદમાં કહેવાયું છે કે, બંને આરોપીઓએ મહિલા સાથે ઓળખાણ વધારી અને બાદમાં દારુની બોટલ બતાવી. બંને આરોપી મહિલાને એક ઘરમાં લઈ ગયા, જ્યાં તેમણે મહિલાને કેફી દ્રવ્ય પીવડાવ્યું, બાદમાં મહિલા સુઈ ગઈ. ત્યાર બાદ મહિલાને અનુભવ થયો કે, તેનું યૌન શોષણ થયું છે અને તેને આશ્રમના અધિકારીઓને તેના વિશે જણાવ્યું, જેમણે સ્થાનિક પોલીસને આ મામલાની જાણકારી આપી.

પીટીઆઈના જણાવ્યા અનુસાર મહિલા 31 જુલાઈએ આશ્રમ પાસે આવેલા એક બીચ પર એકલી બેઠી હતી. ત્યારે બંને આરોપીઓ તેમની પાસે આવ્યા અને સિગરેટ ઓફર કરવા લાગ્યા. અમેરિકી મહિલાએ સિગરેટ પીવાની ના પાડી દીધી. વાત વાતમાં મહિલા તેમની સાથે ફ્રેન્ડલી થઈ ગઈ અને આરોપીઓ દ્વારા રમ પીવાની ઓફર આપવા બદલ તે પીવા માટે રાજી થઈ ગઈ.

પોલીસના જણાવ્યા અનુસાર, રમમાં કોઈ નશીલી દવા ભેળવી હતી. જેને લઈને મહિલા બેભાન થઈ ગઈ. આરોપીએ ત્યાર બાદ પીડિતાને બાઈક પર વચ્ચે બેસાડીને નજીકની એક સુનસાન જગ્યાએ લઈ ગયા. ત્યાં તેની સાથે વારંવાર રેપ કર્યો. ભાનમાં આવ્યા બાદ એક ઓગસ્ટની રાતે તે પોલીસ પાસે ગઈ અને પોતાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતાં.

error: