આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા આવેદનપત્ર
દેશ ભરના હિન્દુઓમાં ફાટી નીકળ્યો આક્રોશ
હિંદુ સુરક્ષિત ના હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર
મહામંત્રી સહિત હોદ્દેદારો,સભ્યો રહ્યા ઉપસ્થિત
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ દ્વારા દેશભરમાં થઈ રહેલા હિન્દુઓ ઉપર હુમલાના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
હરીયાણાના નૂહમાં થયેલ હુમલા બાદ દેશ ભરના હિન્દુઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ દ્વારા દેશમાં હિંદુ સુરક્ષિત ના હોવાના આક્ષેપ સાથે રાષ્ટ્રપતિને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવ્યું હતું.જેમાં હિન્દુઓને સુરક્ષા પૂરી પાડવા તેમજ ગૌરક્ષાનો કાયદો કેન્દ્રીય સ્તરે લાવવાની માંગ કરવામાં આવી છે.તે ઉપરાંત મણિપુર ના ભોગ બનેલ મૃતક હિન્દુઓના પરિવારજનોને રૂ.એક કરોડ અને ઇજાગ્રસ્તો ને રૂ.50 લાખ નું વળતર આપવાની પણ માંગ કરવામાં આવી છે.આવેદનપત્ર પાઠવવામાં આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદના જિલ્લા મહામંત્રી જસવંતસિંહ ગોહિલ, ઉપરાંત જીગર પટેલ,સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ