ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હજારોની સંખ્યામાં ઉદ્યોગ એકમો
૨૨૫ કરોડથી વધુ વીજ બિલ પણ ઉદ્યોગો દ્વારા ભરાય
DGVCL કંપની દ્વારા કામગીરી ન થાય ચિમ્મકી ઉચ્ચારી
સુરતમાં લાંબા સમયથી માંગરોળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અનિયમિત બનેલા વીજ પુરવઠા તથા વારંવાર પાવર-કટથી ઉદ્યોગપતિઓ હેરાન પરેશાન થઈ ગયા હતા, આજે બહોળી સંખ્યામાં ઉદ્યોગપતિઓ જેટકો કંપનીની કચેરી પહોંચ્યા હતા, અને હલ્લા બોલ કરી ઉગ્ર રજૂઆત કરી હતી.
માંગરોળ તાલુકાની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હજારોની સંખ્યામાં ઉદ્યોગ એકમો આવેલા છે.દર મહિને ૨૨૫ કરોડથી વધુ વીજ બિલ પણ ઉદ્યોગો દ્વારા ભરવામાં આવે છે ,પરંતુ છેલ્લા કેટલાક સમયથી અનિયમિત બનેલ વીજ પુરવઠાને કારણે ઉદ્યોગપતિઓ હેરાન પરેશાન થઈ ગયા છે. DGVCL તેમજ જેટકો કંપનીને વારવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પ્રકારની કામગીરી કરવામાં ન આવતા ઉદ્યોગપતિઓ અકળાઈ ગયા હતા.અને આજરોજ એકઠા થઈને જેટકો કંપનીની ઓફિસે પહોંચી ગયા હતા, અને ઉગ્ર રજૂઆત કરી હતી.તેમજ આગામી દિવસોમાં જો આ સંતોષકારક કામગીરી જેટકો કંપની દ્વારા કે DGVCL કંપની દ્વારા કામગીરી નહિ કરવામાં આવે તો લાઈટ નહિ ભરવામાં આવે તેવી પણ ચિમ્મકી ઉચ્ચારી હતી.રજૂઆત કરવા પહોંચેલા ઉદ્યોગપતિઓનો રોષ જોઈને અધિકારીઓ કચેરીમાં પણ દોડતા થઈ ગયા હતા.અને સતત ઉદ્યોગપતિઓને શાંત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા,તેમજ જેટકો કંપનીના અધિકારી તેમજ DGVCL ના અધિકારી દ્વારા રજૂઆત કરવા પહોંચેલા ઉદ્યોગપતિઓને આગામી થોડા દિવસોમાં તમામ સમસ્યાઓ નો હલ થઈ જશે તેવી બાહેધરી હાલ આપતા મામલો શાંત પડ્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ પરેશ પ્રજાપતિ સાથે સત્યા ટીવી કીમ