સુરતના નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં બની ઘટના
ગેસ ગળતર થતાં શ્વાસ રૂંધાઈ જવાથી ચાર કામદારનાં મોત
મૃતદેહને કીમ ગામના સાધના હોસ્પિટલમાં લવાયા
તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય એ બન્યું જરૂરી
સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કેમિકલવાળાં ડ્રમ ખોલતાં ચાર લોકોને મોત મળ્યું હતું. ગેસ ગળતર થતાં શ્વાસ રૂંધાઈ જવાથી ચાર કામદારનાં મોત થતાં મોટ સુરત જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઇ હું હતું. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડતી થઈ છે. તમામના મૃતદેહને કીમની સાધના હોસ્પિટલમાં લવાયા હતા.
સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની હદમાં આવેલ નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કેમિકલના ગોડાઉનમાં પાંચ લોકો કામ કરી રહ્યા હતા. ત્યાં અચાનક કેમિકલ ડ્રમ ભરેલાં ઢાંકણ ખોલતાં ઝેરી કેમિકલને કારણે ચાર લોકોનાં મોત થયાં અને એક વ્યક્તિ બેભાન થઈ ગઈ હતી. ઘટનાને લઈને માંગરોળ મામલતદાર અને જીપીસીબી ટીમ અને સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી.તમામ મૃતકના મૃતદેહને કીમ ગામે આવેલ સાધના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા,, જ્યારે એક કામદારને બેભાન હાલતમાં અંકલેશ્વર ખાતે સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.તંત્રની પ્રાથમિક તપાસમાં નીલમ ઈન્ડસ્ટ્રીઝ કંપનીનું મટીરિયલ સ્ટોર કરવામાં આવ્યું હતું. મોડે મોડે પહોંચેલી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સેમ્પલિંગ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.કોસંબા પોલીસે કેમિકલ ગોડાઉન માલિક મોહંમદ પટેલ. માલિકની ધરપકડ કરી લીધી છે. નવાપરા, બોરસરા, કૂડસડ GIDC વિસ્તારમાં GPCB વિભાગના નાક નીચે કેટલા આવા ગોડાઉન ધમે ધમે છે.જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે GPCB વિભાગ દોડતો થાય છે, અને નામ પૂરતી કાર્યવાહી કરી બેસી જાય. આ પંથકમાં સક્રિય થયેલ કેમિકલ માફીયાઓ પણ હાલ બેફામ બની ગયા છે.જેને લઇને આ પંથકના લોકો ત્રાસી ગયા છે. આવા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય એ જરૂરી બન્યું છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત