ગ્રે વોટર ટ્રીટમેન્ટ પાયલોટ પ્રોજેકટનું લોકાર્પણ.
ધારાસભ્યના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરાયું
ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર
અધિકારી,કર્મચારીઓ,શુકલતીર્થના ગ્રામજતો ઉપસ્થીત
ભરૂચ જિલ્લાતા શુકલતીર્થ ગામે ગ્રે વોટર પ્લાન્ટનું આજે જિલ્લા સમાહર્તાતી હાજરીમાં ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે લોકાર્પણ કરયું હતું.
આ પ્રોજેકટ સંપુર્ણપણે કાર્યરત કરાતા ગામતા હયાત તળાવમાં તથા નદીમાં ઠલવાતા ગંદા પાણીના નિકાલની અટકાયત કરી ગંદા પાણીતું પ્લાન્ટના ઉપયોગ વડે શુધ્ધીકરણ કરી નર્મદા નદીના કાંઠે વાવેલ વૃક્ષો અને સ્કૂલ છોડતા સિંચન માટે કરવામાં આવી રહેલ છે.માત્ર રૂ.1.97 કરોડમાં ગટરતા ગંદા પાણીને શુદ્ધિકરણ કરવાનો પ્રોજેકટ હવે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સીમાચિહ્નરૂપ બનશે.રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં રોજિંદા વપરાશથી ઉત્પન્ન થતા ગંદા પાણીના નિકાલતી સમસ્યા દૂર કરવા માટે રાજ્ય સરકારના ગુજરાત પાણી અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કર્યો હતો.ગંદા પાણીના શુદ્ધિકરણ થકી જળ સંરક્ષણ કરવા માટે તો આ મહત્વપૂર્ણ પ્લાન્ટ ભરૂચના શુક્લતીર્થ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત કરવામાં આવ્યો હતો. જેતા થકી આજે ગંદા પાણીને ચોખ્ખું બતાવી બતઉપયોગી પાણીને ઉપયોગી બતાવવામાં સફળતા મળી છે.આ પાયલોટ પ્રોજેક્ટ અન્ય જીલ્લાઓ તથા ગ્રામિણ વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ છે. જે ગ્રામિણ સ્તરે રોજિંદા વપરાશ બાદ એકત્રિત થતા ગંદા પાણીના નિકાલ માટે મદદરૂપ સાબિત થશે. વર્ષ 2022 માં શુકલતીર્થ ગામમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે 700 KLD ક્ષમતા ધરાવતા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રૂ. 1.97 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો ,જેતું આજે ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારી,કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં શુકલતીર્થના ગ્રામજતો ઉપસ્થીત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ