આ સાથે જ સર્વેને ધ્યાનમાં રાખીને કેમ્પસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 2 આઈપીએસ, 4 એડિશનલ એસપી, 6 ડેપ્યુટી એસપી અને 10 પોલીસ ઈન્સ્પેક્ટર ઉપરાંત 200 જેટલા પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. એ વાત તો નોંધનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સર્વે કરવાની મંજૂરી આપી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિની અરજીને ફગાવી દીધી હતી જેમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલા મસ્જિદ સંકુલના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના સર્વેક્ષણને પડકારવામાં આવ્યું હતું. બીજી તરફ હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેની સુનાવણી આજે થશે.
સર્વે દરમિયાન હિંદુ અને મુસ્લિમ પક્ષના 16 લોકો જ્ઞાનવાપી પરિસરની અંદર જશે. હિન્દુ પક્ષના વકીલ સુભાષ નંદન ચતુર્વેદીએ જણાવ્યું કે “અલાહાબાદ હાઈકોર્ટે ગઈ કાલે ASIને સર્વે કરવાની મંજૂરી આપી. ASI અને જિલ્લા વહીવટીતંત્રે તમામ તૈયારીઓ કરી લીધી છે. અમે પણ ત્યાં જઈ રહ્યા છીએ. આ સર્વે ઈતિહાસ રચવાની દિશામાં એક પગલું છે.” હિંદુ પક્ષ તરફથી હાજર રહેલા એડવોકેટ સુધીર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “માત્ર ASI જ કહી શકે છે કે સર્વેક્ષણ પૂર્ણ કરવામાં કેટલા દિવસો લાગશે.
વારાણસીના ઇતિહાસમાં હાલ જ્યાં જ્ઞાનવાપી મસ્જિદ છે ત્યાં શિવમંદિર હોવાના અનેક પ્રમાણ છે. જો કે હિંદુત્વવાદી નેતા યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ એક બાદ એક મુગલકાળમાં બદલાયેલા શહેરોના નામ ફરી બદલી રહ્યા છે. આ તમામ રાજકીય નિર્ણયોએ તેમને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ફરી સત્તા અપાવી છે.