અંજૂ પોતાના પતિ અરવિંદને છોડીને પાકિસ્તાન પહોંચી ગઈ અને તેણે નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા છે. તેના દ્વારા ધર્મ બદલવા બાદ પાકિસ્તાનમાં નવું નામ ફાતિમા થઈ ગયું છે. અંજૂને પાકિસ્તાનમાં નોકરીની ઓફર પણ મળી રહી છે, પણ તેના પતિ નસરુલ્લાહની મુશ્કેલીઓ વધતી દેખાય છે. પરિવાર અને મોહલ્લાના લોકો અંજૂ આવ્યા બાદ ઘરે મીડિયાના જમાવડાથી પરેશાન છે. મોહલ્લામાં પોલીસની તૈનાતીને લઈને લોકો પરેશાન છે. તો વળી નસરુલ્લાહએ તેની પિતરાઈ બહેન સાથે નક્કી થયેલા લગ્ન ન થતાં પરિવારમાં પણ ખેંચતાણ શરુ થઈ ગઈ છે.
જ્યાં અંજૂ પહોંચી છે, તે વિસ્તાર ખૂબ જ શાંત અને અહીંના લોકો બહારી લોકોથી દૂર રહેવાનું પસંદ કરે છે, પણ અંજૂ આવ્યા બાદ અહીંના લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. નસરુલ્લાહના પરિવારનું કહેવું છે કે, તેઓ ટૂંક સમયમાં અંજૂ અને નસરુલ્લાહને લઈને નિર્ણય લેશે. ગામના અમુક લોકોએ પરિવારને અલ્ટીમેટમ આપ્યું છે કે જો અંજૂ આવી જ રીતે ચર્ચામાં રહેશે તો તેમને રહેવા માટે નવું ઘર શોધવું પડશે. પાકિસ્તાન પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, તેમણે નસરુલ્લાહને કહ્યું છે કે, 12 ઓગસ્ટ સુધીમાં અંજૂને ભારત મોકલી દે, કારણ કે તેના વિઝા ખતમ થઈ રહ્યા છે.