Satya Tv News

સીમા હૈદર સાથે સંબંધિત મામલાની તપાસ સંબંધિત એજન્સીઓ કરી રહી છે તેવું વિદેશ મંત્રાલયે કહ્યું હતુ. સીમા મે મહિનામાં નેપાળ દ્વારા વિઝા વિના સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં આવી ગઈ હતી. મંત્રાલયે ગુરુવારે પાકિસ્તાન પહોંચી ગયેલી ભારતીય મહિલા અંજુ પર પણ પ્રતિક્રિયા આપી છે જે તેના મિત્રને મળવા ભારતથી પાકિસ્તાન ગઈ હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને સીમા હૈદર અને અંજુ વિશે પૂછવામાં આવ્યું હતું. આ સાથે એવો સવાલ પણ પૂછવામાં આવ્યો હતો કે શું મંત્રાલય આવી ઘટનાઓને લઈને કોઈ નીતિ ઘડવા પર કામ કરી રહ્યું છે?

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, “સીમા હૈદર ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી અને અમે તેના વિશે અમારો અભિપ્રાય આપી ચૂક્યા છે. મારી પાસે કોઈ નવી માહિતી નથી. તપાસ ચાલુ છે અને એજન્સીઓ પાસે આ સંબંધમાં કેટલીક નવી માહિતી હોઈ શકે છે. અગાઉ જુલાઈમાં અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, ‘અમે આ બાબતથી વાકેફ છીએ. તે કોર્ટમાં હાજર થયા હતા અને તેને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. તે હાલ જામીન પર બહાર છે. આ મામલે તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, ‘આ ન્યાયિક મામલો છે અને તપાસ ચાલી રહી છે, તેથી હું વધુ કંઈ કહેવા માંગતો નથી.’

વિદેશ મંત્રાલયે મિત્રને મળવા સરહદ પાર કરનારી ભારતીય મહિલા અંજુના મામલાને અંગત બાબત ગણાવી અને કહ્યું હતુ કે તેને વિદેશ નીતિ સાથે કોઈ લેવાદેવા નથી. બાગચીએ કહ્યું હતું કે, ‘અંજુને લઈને ભારત અને પાકિસ્તાન તરફથી કોઈ ચોક્કસ વાત સાંભળવામાં આવી નથી અને તે વિદેશ નીતિનો મામલો ન હોવાથી હું આ મુદ્દે કંઈ કહી શકું નહીં.’

error: