Satya Tv News

દિલ્હીની એક સ્કૂલમાં સફાઈ કામદારે બાળકી પર રેપ કર્યો હતો. બાળકીએ ઘેર જઈને માતાને વાત કરતાં આ ગુના પરથી પર્દો ઉઠ્યો હતો.

દિલ્હીની સ્કૂલમાં આવો મોટો કાંડ સામે આવ્યો છે. દિલ્હીની એક સ્કૂલમાં એક બાળકી સાથે યૌન શોષણનો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હી ફ્લાયઓવર નજીક પંચશીલ એન્ક્લેવમાં આવેલી પ્રખ્યાત શાળાના કર્મચારીએ સાડા ત્રણ વર્ષની બાળકી પર કથિત રીતે જાતીય સતામણી કરી હતી. આરોપીની ઓળખ અર્જુન કુમાર તરીકે થઈ છે જે સ્કૂલમાં પુરુષો ટોઈલેટની સાફ-સફાઈનું કામ કરે છે. મંગળવારે હૌજ ખાસ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે, બાળકીનું સ્કૂલમાં યૌન શોષણ કરવામાં આવ્યું છે. ફરિયાદના આધારે કાર્યવાહી કરતા પોલીસ કર્મચારીઓ શાળાએ ગયા હતા અને પીડિતા અને તેની કાકીને મળ્યા હતા. પોલીસે જણાવ્યું કે, આરોપી કર્મચારી શાળામાં પુરુષો માટે બનાવેલા બાથરૂમની સફાઇ કરતો હતો.

સાડા ત્રણ વર્ષની બાળકીએ ઘેર જઈને પોતાની સાથે બનેલી ઘટના કહી સંભળાવી હતી. બાળકીએ કહ્યું કે જ્યારે હું બાથરૂમમાં જાઉં છું, ત્યારે સફાઈવાળા અંકલ મને જુએ છે અને તેણે મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીએ એક અઠવાડિયા સુધી માસૂમ બાળકીનું યૌન શોષણ કર્યું છે.

error: