જિલ્લા LCB પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પરના બામણગામ પાસેથી ટાટા ટેમ્પામાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો,પાઈલોટિંગ કરતી ત્રણ ગાડીઓ સહિત રૂપિયા 28,01,698 ના મુદ્દામાલ સાથે 4 શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે
જિલ્લા LCB પોલોસની ટીમ આજરોજ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અર્થે નીકળેલી હતી.તે દરમિયાન બાતમીદાર થી બાતમી હકીકત મળી હતી કે ભરૂચ તરફથી એક ટાટા ટેમ્પામાં ડૉકટર ફિકસીટ પાવડર ની બેગોની આડમાં વિદેશી શરાબ વડોદરા તરફ જનાર છે.જે બાતમીના આધારે જિલ્લા LCB પોલીસની ટીમ કરજણ નેશનલ હાઇવે 48 પર વૉચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળો ટાટા ટેમ્પો આવતાં તેનો પીછો કરીને નેશનલ હાઇવે નંબર 48 પર ના બામણગામ પાસેના હોરીજન એસ્ટેટમાં આવેલ ડી માર્ટ ના ગોડાઉન નજીક થી ટાટા ટેમ્પો અને પાઈલોટિંગ કરતી ત્રણ ગાડીઓ સહિત 4 વ્યક્તિઓને ઝડપી પાડ્યાં હતાં. જે બાદ ટાટા ટેમ્પામાં તપાસ કરતાં તેમાંથી ડૉકટર ફિકસીટ પાવડરની બેગો ની પાછળ સંતાડેલ વિદેશી શરાબ અને બીયરની 139 પેટીઓ મળી આવી હતી.જેથી પોલીસે વિદેશી શરાબ,ત્રણ ગાડીઓ સહિત કુલ રૂપિયા 28,01,698 ના મુદ્દામાલ સાથે 4 ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કકરજણ