Satya Tv News

ભરૂચમાં 1425 ઇમારતોની સ્થિતી સારી
339નું રિનોવેશન થશેે, 623 તોડી નવી બનાવાશે
જિલ્લાની 2048 સરકારી ઇમારતોનો સર્વેમાં 623 અત્યંત જર્જરિત
સરકારી ઇમારતોના સર્વે સાથે કરાયું ડિજિટલ મેપિંગ

ભરૂચ જિલ્લામાં આવેલી સરકારી ઇમારતોનો સર્વે જિલ્લા પંચાયત દ્વારા હાથ ધરાયો હતો. જેમાં જિલ્લાની કુલ 2048 સરકારી ઇમારતો પૈકીની 623 ઇમારતો અત્યંત જર્જરિત અવસ્થામાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જ્યારે 1425 ઇમારતો સારી અવસ્થામાં જે પૈકીની 339 ઇમારતોને રીપેરિંગ કરી ઉપયોગમાં લઇ શકાય તેમ છે.

YouTube player

ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા દરેક જિલ્લાઓમાંથી જર્જરિત ઇમારતોની વિગતો મંગાવામાં આવી હતી. જેના પગલે ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા પણ જિલ્લામાં આવેલી તમામ સરકારી ઇમારતોનો સર્વે તેેમજ ડિઝીટલ મેપિંગ કરવામાં આવ્યું હતું.

સરકારીની સૂચનાથી હાથ ધરાયેલાં સર્વેમાં ભરૂચ જિલ્લામાં કુલ 2048 સરકારી ઇમારતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જે પૈકીની 1425 ઇમારતો સારી પરીસ્થિતીમાં છે. જે પૈકીની 339 ઇમારતોમાં થોડી ઘણી મરામત કરાવીને તેને ઉપયોગમાં લઇ શકાય તેવી છે. જ્યારે 623 ઇમારતો અત્યંત જર્જરિત હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. તેમ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોષી દ્વારા એક વાતચીતમાં જણાવાયું હતુ.

સર્વેનો રિપોર્ટ ઉપલીકક્ષાએ મોકલી આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા હવે સુચના મળ્યેથી રીપરીંગ લાયક ઇમારતોની મરામત કરાવાશે. તેમજ અત્યંત જર્જરિત મકાનોને ઉતારી લઇ ત્યાં નવી ઇમારત ઉભી કરવામાં આવશે.

જિલ્લાની તમામ 2048 સરકારી ઇમારતોના સર્વેમાં 623 ઇમારતો જર્જરિત હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ત્યારે આવી ઇમારતોમાં જો કામગીરી ચાલી રહી હોય તો તેમને અન્યત્ર સ્થળાંતરિત થવા માટે સુચના આ છે. કે, જાનમાલને નુકશાન ન થાય. સર્વેનો રિપોર્ટ કરી દેવાયો છે. સૂચના આવ્યેથી તે મુજબ કામગીરી કરાશે.

ઇમારત રહેણાંક છે કે બિનરહેણાક ઇમારતના બાંધકામનું વર્ષ ઇમારતનો બાંધકામ વિસ્તાર ઇમારત વપરાશ હેઠળ છે કે નહીં મકાન ભયજનક છે, જે ઉતારી લેવા લાયક છે કે નહીં રિપેરિંગ કરી વપરાશમાં લઇ શકાય કે નહીં રિપેરિંગ કરી શકાય તો અંદાજિત ખર્ચ બિનવપરાશ ઇમારત તોડી પાડી છે કે નહીં જો ઉતારવાની બાકી હોય તો બેરિકેટીંગ કર્યું છે કે કેમ તેે સહિતના મુદ્દાઓ પર સર્વે કરવામાં આવ્યો હતો.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: