ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપનું વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ
સાપને જોઈને સ્થાનિક રહીશોમાં ફફડાટ
વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરાઈ
શિનોર તાલુકાના ટીમ્બરવા ગામે એક મકાનમાં આવી ચઢેલા ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપનું વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાની ટીમ દ્વારા સફળતાં પૂર્વક રેસ્ક્યુ કરી,શિનોર વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે
શિનોર તાલુકાના ટીમ્બરવા ગામે રહેતાં અંબાલાલ વરધ પટેલના ઘરે આજરોજ એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપ આવી ચઢ્યો હતો.જેના પગલે તેઓના પરિવારજનોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની જાણ અંબાલાલ પટેલ દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોક પટેલને કરવામાં આવી હતી.જેની જાણ થતા જ અશોક પટેલ તાત્કાલિક ટીમ્બરવા ગામે પહોંચી ગયાં હતાં. જ્યાં અંબાલાલ પટેલના ઘરમાં આવી ચઢેલા ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપને ભારે જહેમત ઉઠાવી સફળતાં પૂર્વક રેસ્ક્યુ કરી શિનોર વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.રહેણાંક વિસ્તારમાં આવી ચઢેલા સાપને જોઈને સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જો કે સાપનું રેસ્ક્યુ કરી લેવાતાં સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોક પટેલની સરાહનીય કામગીરીને સ્થાનિક રહીશોએ બિરદાવી હતી.
વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર