Satya Tv News

સારોદ ગામે ભેંસને વિજ કરંટ લાગતા મોત
ભેંસ માલિકે વેડચ પોલીસને જાણ કરી
પશુપાલકને આર્થિક નુકસાન પહોંચ્યું

જંબુસર તાલુકાના સારોદના ભાઠા વિસ્તારમાં આવેલ ગૌચર જમીનમાં ભેંસો ચરાવવા ગયા હતા તે દરમિયાન વીજ વાયરનો કરંટ એક ભેંસના મોઢા પર લાગતા ભેંસનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

YouTube player

જંબુસર તાલુકાના સારોદ લુહાર વાડીમાં રહેતા ઐયુબ હસન દોલા જેવો પશુપાલન કરે છે, જેવો ભેંસ ચરાવવા સારોદના ભાઠા વિસ્તારમાં આવેલ ગૌચર જમીનમાં ભેંસો ચરાવવા ગયા હતા. તે સમય દરમિયાન ટેકરા ઉપરથી પસાર થતાં વીજ વાયર નો કરંટ એક ભેંસના મોઢા પર લાગતા ભેંસનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અને પશુપાલકને આર્થિક નુકસાન પહોંચ્યું હતું. સદર બનાવ અંગે ભેંસ માલિકે વેડચ પોલીસને જાણ કરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: