Satya Tv News

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ શુક્રવારે માહિતી આપી છે કે ચંદ્રયાન-3એ અત્યાર સુધીમાં બે તૃતિયાંશ યાત્રા પૂર્ણ કરી લીધી છે અને શનિવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે અને તેનું 100% પરિણામ અપેક્ષિત છે, કારણ કે ઈસરોના વૈજ્ઞાનિકોએ અગાઉ પણ આ સફળતા હાંસલ કરી છે. ચંદ્રયાન-3 હાલમાં લગભગ 37,200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે અને આજે સાંજે આશરે 7:00 કલાકે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. આ સમયે, ચંદ્રયાન-3 ચંદ્રથી લગભગ 40,000 કિલોમીટર દૂર હશે અને આ સમયે ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિની અસર પણ શરૂ થાય છે.

જ્યારથી ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી ચંદ્રયાનની ભ્રમણકક્ષામાં કુલ 5 વખત ફેરફાર કરવામાં આવ્યો છે. 1 ઓગસ્ટના રોજ સ્લિંગશૉટ પછી, તે પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ પ્રયાણ કર્યું અને હવે 5 ઓગસ્ટે સાંજે 7 વાગ્યે, ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. ઈસરોએ જણાવ્યું કે ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશવામાં આવશે જ્યારે તેની ઈચ્છિત ભ્રમણકક્ષા ચંદ્રની સૌથી નજીક હશે.

5 ઓગસ્ટથી 17 ઓગસ્ટ વચ્ચે ચંદ્રયાન-3 ચંદ્રની કક્ષામાં ધીરે ધીરે આગળ વધશે અને ચંદ્રની સપાટીની નજીક જવાની કોશિશ કરશે. 17 ઓગસ્ટે ચંદ્રયાન-3 લગભગ 100 કિમીની કક્ષામાં આવશે. તે જ દિવસે પ્રોપલ્શન મોડેલ અને લેન્ડર મોડેલ એક બીજાને અડીને હશે. આ પછી 18થી 20 ઓગસ્ટ સુધી લેન્ડર મોડલ પોતાની સ્પીડમાં ઘટાડો કરશે અને ડી ઓર્બિટ કરવાનો પ્રયાસ કરશે. આ પછી ચંદ્રયાન-3 100×30 કિમીની કક્ષામાં પહોંચી જશે. જો ચંદ્રયાન-3 આ તમામ સ્તરને પાર કરી લે છે તો 23 ઓગસ્ટે સાંજે 5:45 વાગ્યે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાની કોશિશ કરશે.

error: