Satya Tv News

ભાજપમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. આ બધા વચ્ચે ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને રાજીનામું આપવું પડ્યું છે. પ્રદીપસિંહે 7 દિવસ પહેલાં રાજીનામું આપ્યાનું BJPના રાષ્ટ્રીય સંગઠન નેતાએ જ સ્વીકાર્યું છે. પ્રદીપસિંહ દક્ષિણ ઝોનના સંગઠન મહામંત્રી હતા. તેઓ કમલમ કાર્યાલયનો કારભાર સંભાળતા હતા. એવી સતત ચર્ચા રહેતી હતી કે, પ્રદીપસિંહ કમલમમાં બેસીને ઘણા વહીવટો કરતા હતા. ભાજપ હાઈકમાન્ડને મોડે મોડે પણ આ વાત ધ્યાનમાં આવી ખરી. પ્રદીપસિંહને તમામ હોદ્દા પરથી રવાના કરી દેવામાં આવ્યા છે અને અત્યારે સંગઠનની તમામ જવાબદારી ઉત્તર ઝોનના રજની પટેલને સોંપી દેવામાં આવી છે.

પ્રદીપસિંહના રાજીનામાની છેલ્લા ચાર-પાંચ દિવસથી જોરશોરથી ચર્ચા રાજકીય ક્ષેત્રે ચાલી રહી હતી. છેવટે સમર્થન મળતાં રાજીનામું ધરી દીધું છે. પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી સાત દિવસ પહેલાં જ રાજીનામું આપી દીધાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાર્ગવ ભટ્ટ બાદ વધુ એક અસરકારક નેતાનો ભોગ લેવાયો હોવાની ચર્ચા નેતાઓમાં ચાલી રહી છે. ગુજરાત ભાજપમાં ચાલી રહેલી ખેંચતાણ પાછળ કોણ જવાબદાર? આ સવાલનો જવાબ બધા જાણે છે, પણ કોઈ બોલવા તૈયાર નથી.

error: