બિષ્ણુપુર પોલીસના જણાવ્યા અનુસાર, મૈતેઈ સમુદાયના 3 લોકોની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત કુકી સમુદાયના લોકોના ઘરમાં આગ લગાડવામાં આવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, કેટલાક લોકો બફર ઝોન પાર કરીને મૈતેઈ વિસ્તારમાં ઘુસ્યા હતા, આ તમામે મૈતેઈ વિસ્તારમાં ફાયરિંગ કર્યું હતું.
મણિપુર પોલીસના જણઆવ્યા અનુસાર, પુરુષો અને મહિલાઓના ટોળાએ બિષ્ણુપુર જિલ્લામાં મણિપુર સશસ્ત્ર પોલીસની બીજી બટાલિયાની કેરેનફાબી અને થંગલવઈ પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી અને હથિયારો લૂંટી લીધા હતા. ટોળાએ હેનગાંગ અને સિંગજામેઈ પોલીસ સ્ટેશનમાંથી પણ હથિયારો અને દારૂગોળો કબજે કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષાદળોએ તેમના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.
આ દરમિયાન સુરક્ષા દળો અને ઉપદ્રવિયોની વચ્ચે ફાયરિંગ પણ થયું હતું, જેમાં કેટલાક સુરક્ષકર્મીઓ ઘાયલ થયા હતા. સુરક્ષાદળોએ ઉપદ્રવિયોને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દરમિયાન સુરક્ષાદળોએ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું અને ટિયર ગેસ પણ છોડ્યો હતો.