Satya Tv News

કોંગ્રેસે સોમવારે સવારે 10.30 વાગ્યે પાર્ટીના સંસદીય કાર્યાલયમાં તેના લોકસભા સાંસદોની બેઠક બોલાવી છે. જ્યાં ‘મોદી સરનેમ કેસ’માં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધી સંસદસભ્ય તરીકે પુનઃસ્થાપિત કરવાની તેમની માંગ ઉઠાવી શકે છે. કોંગ્રેસના લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરીએ શનિવારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશની નકલ ઔપચારિક રીતે લોકસભા સચિવાલયને સોંપવામાં આવી છે. જેમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુક્યો હતો.

જો લોકસભા સચિવાલય કાયદા મંત્રાલયનો અભિપ્રાય લેવાનું નક્કી કરે છે તો રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા લાંબી પ્રક્રિયામાં ફેરવાઈ શકે છે. આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સાંસદ મોહમ્મદ ફૈઝલના કિસ્સામાં બન્યું હતું. લક્ષદ્વીપના સાંસદને જાન્યુઆરીમાં કેરળ હાઈકોર્ટમાંથી તેમની સજા પર રોક લગાવવાનો આદેશ મળ્યો હતો. જ્યારે લોકસભામાં પરત ફરતા પહેલા તેમને લગભગ બે મહિના રાહ જોવી પડી હતી. લોકસભાના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આવા પગલાની શક્યતા ઓછી છે. આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે.

જો રાહુલ ગાંધીની ગેરલાયકાત વહેલી તકે રદ કરવામાં નહીં આવે તો ભારતના વિપક્ષી નેતાઓ અને કોંગ્રેસની બેઠકોમાં ભાવિ પગલાંની યોજના અંગે ચર્ચા કરશે. કોંગ્રેસના લોકસભા સાંસદ મણિકમ ટાગોરે કહ્યું કે, અમે બધા આશા રાખીએ છીએ કે, લોકસભા સ્પીકર શક્ય તેટલી વહેલી તકે યોગ્ય નિર્ણય લેશે.

error: