Satya Tv News

દિલ્હી સર્વિસ બિલ સોમવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. અહીં પણ બહુમતી મોદી સરકારની તરફેણમાં છે, પરંતુ આ બિલને લઈને હોબાળો થવાની પૂરી શક્યતાઓ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના રાજ્યસભાના સાંસદોને સોમવારે સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે. આ બિલનો ઉદ્દેશ્ય દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ અંગેના વર્તમાન વટહુકમમાં સુધારો કરવાનો છે, જેને પસાર કરવા માટે બહુમતી માટે 119 સાંસદોની જરૂરી પડશે.

કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે પહેલા બસપાએ દિલ્હી સેવા બિલ પર આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની વાત કરી હતી, પરંતુ બસપાએ લોકસભા અને રાજ્યસભામાં વોટિંગ દરમિયાન બહિષ્કારની જાહેરાત કરી છે. બીજી તરફ ઓડિશાની સત્તારૂઢ બીજેડી અને ટીડીપીએ આ બિલ પર કેન્દ્ર સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. અગાઉ, YSR પણ કેન્દ્રને સમર્થન આપવાની વાત કરી ચૂકી છે.

નેશનલ કેપિટલ ટેરિટરી એડમિનિસ્ટ્રેશન બિલને લઈને એનડીએ સરકાર અને વિપક્ષ ‘INDIA’ના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. લોકસભામાં બિલ પસાર થયા બાદ હવે વિપક્ષ રાજ્યસભામાં તેના પર હોબાળો મચાવી શકે છે.

વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ‘INDIA’ની પાસે 109 સાંસદ છે. 26 પાર્ટીઓના ગઠબંધનવાળા ‘INDIA’ના કુલ 98 સભ્યો ગૃહમાં છે. એકલા કોંગ્રેસની પાસે 31 સાંસદો છે. આમ આદમી પાર્ટીની પાસે 10 અને ડીએમકેના 10 સભ્યો છે. ટીએમસી પાસે 13 અને આરજેડી પાસે 6 સભ્યો છે. CPI(M) અને JDU પાસે 5-5 સભ્યો છે. એનસીપી પાસે ચાર અને શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) પાસે ત્રણ સાંસદ છે. જેએમએમ અને સીપીઆઈ પાસે 2-2 સાંસદ છે. IUML, કેરળ કોંગ્રેસ (M), RLD અને MDMKની પાસે 1-1 સાંસદ છે. નાના પક્ષોને ઉમેરીને પણ વિપક્ષ 109નો આંકડો પાર કરી શક્યું નથી. એકંદરે આ બિલ રાજ્યસભામાં સરળતાથી પસાર થશે એટલું જ નહીં સંખ્યાબળ પણ 128ને પાર કરી જશે

error: