Satya Tv News

છત્તીસગઢના ગોરેલા પેન્દ્રા મારવાહી જિલ્લામાં પ્રેમીથી નારાજ થઈને એક સગીર પ્રેમિકા 80 ફૂટ ઊંભા હાઈ ટેન્શન લાઈનના ટાવર પર ચઢી ગઈ હતી. મજેદાર વાત તો એ છે કે પાછું પ્રેમિકાને મનાવવા માટે પ્રેમી પણ તેની પાછળ ટાવરની ટોચ પર ગયો હતો. બંનેને જોતા જ લોકોના હોશ ઉડી ગયા હતા. ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી જે બાદ હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. અને ભારે જહેમત બાદ પોલીસ બન્નેને સમજાવીને નીચે ઉતારવામાં સફળ રહી.

એક સગીર યુવતીને ગામના જ એક યુવક સાથે પ્રેમસંબંધ ચાલી રહ્યો છે. ફોન પર વાત કરતી વખતે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ નારાજ પ્રેમી ગામની બહાર નીકળી હાઈ ટેન્શન લાઈનના 80 ફૂટ ઊંચા ટાવર પર ચઢી ગઈ હતી. જે બાદ ગર્લફ્રેન્ડને પગલે તેનો બોયફ્રેન્ડ પણ ટાવર પર ચઢવા લાગ્યો હતો. ગર્લફ્રેન્ડ ટાવરની ટોચ પર પહોંચી ગઈ હતી. બંનેને ટાવર પર જોઈને ગામના લોકો અને તેમના પરિવારના સભ્યો ડરી ગયા હતા. ગ્રામજનોનું ટોળું ભેગું થઈ ગયુ હતુ અને લોકોએ બુમા બુમ કરવા લાગ્યા હતા. લોકોએ બંનેને નીચે આવવા કહ્યું, પરંતુ યુવતી નીચે ન આવી અને ન તો તેનો બોયફ્રેન્ડ આવ્યો.

પોલીસ ટીમે ચાર્જ સંભાળ્યો અને ટાવર પર ચડેલા પ્રેમી-પ્રેમીકાને સમજાવવાનું શરૂ કર્યું. ઘણા કલાકોની જહેમત બાદ બંને નીચે આવવા સંમત થયા અને ધીમે ધીમે ટાવર પરથી નીચે આવ્યા. બંને સહીસલામત નીચે આવી જતાં લોકોના જીવમાં જીવ આવ્યો હતો.જો કે આ મામલે પોલીસ કેસ નોંધાયો નથી. પોલીસે સગીર અને તેના પ્રેમીને ફરી આવું ન કરવાની સલાહ આપી છે.

error: