Satya Tv News

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંસદ પદ પરત મળ્યું છે. લોકસભા સચિવાલયે આ અંગે અધિસૂચના જારી કરી છે. મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને 23 માર્ચે નિચલી કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી હતી. 134 દિવસ બાદ આ કેસમાં રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી હતી. હવે રાહુલ ગાંધીને સંસદ પદ પરત મળ્યું છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડના સાંસદ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કર્યા બાદ I.N.D.I.A ગઢબંધનના નેતાઓ ઉજવણી કરતાં જોવા મળ્યા હતા. તેમણે એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું.

સુરત કોર્ટ દ્વારા મોદી સરનેમ કેસમાં દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું. જોકે કોર્ટના નિર્ણયને રાહુલ ગાંધીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે, હાઈકોર્ટે સુરત કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ પછી રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે સજાના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે રાહુલ ગાંધીનું સભ્યપદ પુનઃસ્થાપિત થઈ શકે છે, જેને આજે લોકસભા સચિવાલય દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીનું સંસદનું સભ્ય પદ પુનઃસ્થાપિત થતાં કોંગ્રેસ સહિત સમગ્ર I.N.D.I.A. ગઠબંધનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે, સદસ્યતા પુનઃસ્થાપિત કરતા પહેલા, સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા હતા કે, જો આજે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.

error: