ગૌરીકુંડમાં ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ લગભગ 12 વાગ્યે ભૂસ્ખલન થયું હતું. જેમાં વરસાદી ઝરણાની નજીક અને મંદાકિની નદીની લગભગ 50 મીટર ઉપર સ્થિત ત્રણ દુકાનો ધોવાઈ ગઈ. જે સમયે આ અકસ્માત થયો તે સમયે મંદાકિની નદીમાં ઉછાળો હતો. આ તરફ આ ઘટનામાં 20 જેટલા લોકો ગુમ થઈ ગયા છે.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી (રુદ્રપ્રયાગ) નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ, ટ્રાવેલ મેનેજમેન્ટ ફોર્સ, પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ રવિવારે ધારી દેવીથી કુંડ બેરેજ સુધી ડ્રોનની મદદથી ગુમ થયેલા લોકોને શોધી કાઢ્યા હતા. પરંતુ ગુમ થયેલા લોકોનો પત્તો લાગ્યો ન હતો. તૂટક-તૂટક વરસાદ અને પહાડો પરથી પડી રહેલા પથ્થરોને કારણે રાહત અને બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે.
સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેનો લગભગ છ કિલોમીટરનો વિસ્તાર ભૂસ્ખલન માટે અત્યંત સંવેદનશીલ છે. શુક્રવારે દુકાનોના કાટમાળમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા પરંતુ હજુ પણ 20 લોકો લાપતા છે. રાજવરે જણાવ્યું કે, જ્યાં દુકાનો હતી અને મંદાકિની નદીમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.