CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને યોજાનારી બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત, ગ્લોબલ સમિટની તૈયારીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકારના આયોજન અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે. આ ઉપરાંત રાજ્યમાં થયેલા વાવેતરની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.
સામાન્ય રીતે કેબિનેટની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તો આજે બેઠકમાં રાજ્યમાં પડેલા ભારે વરસાદના પગલે જે પાકને નુકસાન થયું છે તે અંગે ચર્ચા કરવામાં આવશે.તેમજ ખરીફ પાકની નુકસાની અંગ પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ આગામી સમયમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ પર પણ સમીક્ષા કરવામાં આવશે. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા થશે. તો 15મી ઓગસ્ટની પણ તૈયારી અંગે ચર્ચા કરવામાં આવશે. તો આ અગાઉ કેબિનેટ બેઠકમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ ખેતીના પાકને થયેલા નુકશાન પર ચાલી રહેલી સર્વેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગુજરાતભરમાં કરવામાં આવશે, તેથી રાજ્ય મંત્રીમંડળના સભ્યો પણ વિવિધ તાલુકા કક્ષાની ઉજવણીમાં હાજર રહેશે, સાથે સાથે વિધાનસભાના મુખ્ય દંડક અને દંડક પણ વિવિધ તાલુકાઓની ઉજવણીમાં ભાગ લેશે. આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ હોવાથી આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાશે.