ખંભાળિયા નજીક આવેલી નાયરા રિફાઇનરીના ARC પ્લાન્ટમાં ડામરની લાઈન ચોકઅપ થઇ જતાં કર્મચારીઓ અને શ્રમિકો લાઈન રીપેર કરી રહ્યા હતા. આ વેળાએ ઊંચા તાપમાને લાઈન ખોલતા જ અંદરથી ધગધગતો ડામર અને ગરમ પાણીનો ધોધ છુટ્યો હતો. જેના કારણે નાયરા રિફાઇનરીમાં કામ કરતા કર્મચારીઓ ભારે ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 10 જેટલા કર્મચારીઓ દાઝી ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
પાઈપલાઈનમાંથી પાણી ઉડતા દાઝી ગયેલા કર્મચારીઓની રાજકોટ અને જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ 10 કર્મચારીઓ પૈકી 2 કર્મચારીઓની હાલ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો કંપનીમાં આ બનાવ કેવી રીતે બન્યો તેનું કારણ શોધવા તપાસ ચાલી રહી છે.