ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અથવા CPI(M)ની સેન્ટ્રલ કમિટીએ પશ્ચિમ બંગાળ એકમને 2024ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સામે ઉમેદવાર ઊભો કરવાની મંજૂરી આપી છે.જો કે પાર્ટીએ અન્ય રાજ્યોના પાર્ટી એકમોને પરિસ્થિતિ અનુસાર રણનીતિ ઘડવાની સ્વતંત્રતા આપી છે. CPI(M)ના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, “CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરીએ ત્રણ દિવસની બેઠક બાદ દિલ્હીમાં કેન્દ્રીય સમિતિના સભ્યોને કહ્યું કે બંગાળમાં જમીની વાસ્તવિકતા અન્ય રાજ્યો કરતા ઘણી અલગ છે. ભાજપને અલગ પાડવું એ વિપક્ષી ગઠબંધનનો એકમાત્ર ઉદ્દેશ્ય હોવા છતાં, CPI(M) નું બંગાળ એકમ તૃણમૂલ કોંગ્રેસ (TMC) નું સહયોગી બની શકે નહીં કારણ કે ટીએમસી મુખ્ય હરીફ પાર્ટી છે.
પશ્ચિમ બંગાળમાં જ્યાં ભાજપે 2024ની સામાન્ય ચૂંટણીમાં લોકસભાની 42માંથી 35 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે જે 2019 (18)માં જીતેલી બેઠકોની સંખ્યા કરતાં લગભગ બમણી છે ત્યાં જ વિપક્ષી ગઠબંધન એકબીજા સામે જ લડવા માટે તૈયાર છે.
CPI(M) રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે જણાવ્યું હતું કે, “ભાજપને લાગે છે કે તેને ટીએમસી વિરોધી મત મળશે પરંતુ અમે તેને મંજૂરી આપીશું નહીં. હવે કોંગ્રેસને બંગાળ અંગે નિર્ણય લેવા દો. અમે અમારું મન બનાવી લીધું છે.’ જણાવી દઈએ કે 2011ની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીએ 34 વર્ષ જૂની ડાબેરી મોરચાની સરકારને હટાવી હતી અને મમતા બેનર્જી કોંગ્રેસના સહયોગી બન્યા હતા. બાદમાં કોંગ્રેસ પાર્ટી ગઠબંધન સરકારમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. હવે CPI(M) તરફ આ હવા વળે એવી અટકળોને વેગ મળ્યો છે, કે કોંગ્રેસ બંગાળમાં પણ આવી જ વ્યૂહરચના અપનાવી શકે છે.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, “ટીએમસી સાથે ચૂંટણી ગઠબંધન કરવા જવું, જેની સામે અમે 2014ની લોકસભા ચૂંટણીથી લઈને તમામ ચૂંટણી લડ્યા છીએ તે માત્ર ભાજપને મદદ કરશે અને INDIAના મૂળ ઉદ્દેશ્યને હરાવી દેશે. આવી સ્થિતિમાં ટીએમસી વિરોધી તમામ મત ભાજપને જઈ શકે છે. આગળ તેમણે કહ્યું કે બંગાળની વિચિત્ર સ્થિતિ પર કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા પણ ચર્ચા કરવામાં આવી છે.