Satya Tv News

શહેરના વિજય ચાર રસ્તા નજીક આવેલી AMCની સૌરભ નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળ્યા છે. VTV ન્યૂઝની ટીમ દ્વારા નર્સરી ખાતે પહોંચી ગાંજાના વાવેતર મુદ્દે જ્યારે નર્સરીના માળીને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે ઉડાઉ જવાબો આપ્યા હતાં. ગાંજાના જાહેરમાં વાવેતર મુદ્દે જ્યારે નર્સરીના સંચાલક મંતરાજભાઈ સાથે અમારા રિપોર્ટરે વાત કરી તો તેમણે ઢાંક પીછાડો કરતાં કહ્યું કે ગાંજાનાં છોડ આપમેળે ઉગી આવે છે. અમે તો આ છોડનો કાઢી કાઢીને થાકી ગયા છીએ. જો ગાંજાના છોડ આપમેળે ઉગી જતાં હોય તો અત્યાર સુધી તેને દૂર કેમ ન કરવામાં આવ્યા. અમદાવાદ જેવા શહેરમાં નશાના થઇ રહેલા ખુલ્લેઆમ વાવેતરથી પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.

AMCની સૌરભ નર્સરીની નજીકમાં જ ગુજરાત યુનીવર્સિટી પોલીસ સ્ટેશન આવેલુ છે, તેમ છતાં આજ દિન સુધી કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી તે સૌથી મોટો સવાલ છે. પોલીસ સ્ટેશનની નજીકમાં જ ખુલ્લેઆમ નશાના છોડનું વાવેતર થાય અને પોલીસને જાણ ન થાય તે વિચારવા જેવી બાબત છે. ત્યારે સવાલ એ પણ થાય કે કોની રહેમનજર હેઠળ નર્સરીમાં ખુલ્લેઆમ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું? કોના કહેવાથી શહેરમાં નશાનું ખુલ્લેઆમ વાવેતર કરવામાં આવી રહ્યું છે. તપાસનો વિષય એ પણ છે કે કેટલા સમયથી આ નર્સરીમાં ગાંજાનાં છોડનું વાવેતર કરવામાં આવી રહ્યું છે?

રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ નશાનું વાવેતર મળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસમાં D બ્લોકની બાજુમાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. અહીંથી બે અલગ-અલગ છોડ મળી આવ્યા હતા. જેની ઉંચાઈ 6.5 ફૂટ અને 5.5 ફૂટ હોવાનું સામે આવ્યું હતું. આ અંગેની સમાચાર પ્રકાશિત થતાં FSL અને પોલીસની ટીમ તપાસ અર્થે યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી હતી.

error: