Satya Tv News

રાજ્યના અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જે અભ્યાસક્રમોમાં ફી રૂ. 6 લાખ કરતાં વધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની વધારાની રકમ રાજ્ય સરકાર ચૂકવશે.

ગુજરાતના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત સરકારી ક્વોટામાં મેરીટમાં એડમિશન લીધુ હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફી રેગ્યુલેટિંગ કમિટીએ નક્કી કરેલી ફી મુજબ ભારત સરકારે નક્કી કરેલી રૂ.6 લાખની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવા ઉપરાંત હવે જે અભ્યાસક્રમોમાં ફી રૂ.6 લાખ કરતાં વધારે હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના કિસ્સાઓમાં વધારાની રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તેવું આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે.

કેન્દ્ર સરકારની વર્ષ 2010થી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે અમલી પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની ગાઈડલાઈન મુજબ માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વાલીની આવકમર્યાદાને ધ્યાને લઇ રૂ.2.50 લાખની શિષ્યવૃત્તિની રકમની કોઈ ટોચ મર્યાદા ધ્યાને લીધા સિવાય ફીની રકમ શિષ્યવૃત્તિ તરીકે ચુકવવામાં આવતી હતી. તે ઉપરાંત કેન્દ્ર સરકારની તા.01/04/2022થી અમલીકૃત ગાઇડલાઈનથી માન્યતા પ્રાપ્ત ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એમ.બી.બી.એસ./એમ.એસ./એમ.ડી.ના અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂ.6 લાખ તથા એન્જિનિયરીંગના અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂ.2.50 લાખ તેમજ અન્ય અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂ.1 લાખની રકમની ટોચ મર્યાદામાં શિષ્યવૃત્તિની ચૂકવણી કરવાની જોગવાઈ દાખલ કરેલ છે.

error: