Satya Tv News

CM ભૂપેન્દ્ર પટેલે આજે એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે દરેક મહિલા ધારાસભ્ચોને મળતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જન પ્રતિનિધિત્વ કરતા 12 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાના વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે.

આ અંગે અગાઉ રાજ્યના મહિલા ધારાસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ નિર્ણય કર્યો છે.

error: