Satya Tv News

હાલ જાહેર કરવામાં આવેલી પ્રોવિઝનલ ફી કોલેજોએ વર્ષ 2023-24માં પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પાસેથી એક સેમેસ્ટર પૂરતી લેવાની રહેશે. બાદમાં FRC દ્વારા જે ફાઈનલ ફી જાહેર કરાશે તે પ્રમાણે જ કોલેજો ફી વસૂલી શકશે. જો આ ફી પ્રોવિઝનલ ફી કરતા વધારે હશે તો વાલીઓએ ઉપરની ફી કોલેજોમાં જમાં કરાવવાની રહેશે, જ્યારે ઓછી હશે તો કોલેજ ફીમાં વધધટ સરભર કરી આપશે.

અગાઉ ગુજરાતની ઈજનેરી, ફાર્મસી સહિતની કોલેજની વર્ષ 2023-24થી 2025-26ની ફી FRC દ્વારા જાહેર કરવામાં આવી હતી. ગુજરાતની 500 ટેકનિકલ કોલેજોની 3 વર્ષની ફી જાહેર કરવામાં આવી હતી. રાજ્યની કુલ 640 કોલેજોમાંથી 500 કોલેજોને 5 ટકા સુધીનો ફી વધારો માંગ્યો હોવાથી તેમને ફી નિયમન સમિતિએ એફિડેવિટના આધારે મંજૂરી આપી હતી. આ ઉપરાંત 76 કોલેજોએ ફી વધારો જ માગ્યો નહોતો.

કોરોના મહામારીના સમયગાળા દરમિયાન એટલે કે વર્ષ 2020થી 2023 દરમિયાન તમામ ટેકનિકલ કોલેજોએ ફીમાં વધારો કર્યો નહોતો, એટલે કે ફી યથાવત રાખી હતી. આ બ્લોક (2020-21, 2021-22 અને 2022-23)ની ફી જાહેર કરાઈ નહોતી. જેથી એન્જિનિયરિંગ, ફાર્મસી સહિતના વિવિધ અભ્યાસ ચલાવતી 640 કોલેજોની 2025-26 સુધીનું ફી માળખું નક્કી કરવા માટે ગત માર્ચ મહિનામાં દરખાસ્ત માંગવામાં આવી હતી. આ કોલેજોની મૂળ ફીમાં 5 ટકાનો નોશનલ વધારો જે ગત બ્લોકમાં મળવાપાત્ર હતો, તેને ધ્યાને લઈને સમિતિએ આગામી ત્રણ વર્ષના બ્લોકની ફી નક્કી કરવાનો નિર્ણય લીધો હતો. 500 કોલેજોએ 5 ટકાનો વધારો માંગતા તેમની મંજૂરી અપાઈ છે. જ્યારે 76 કોલેજોએ કોઈ વધારો માંગ્યો નથી. તો 110 કોલેજોએ 5 ટકાથી વધું વધારો માંગ્યો હોવાથી આ મામલે નિર્ણય લેવામાં આવ્યો નહોતો.

110 કોલેજોએ 5 ટકા કરતા વધારે ફી વધારો માંગ્યો હોવાથી ટેકનિકલ કોલેજોની ફી નિયમન સમિતિ દ્વારા આ કોલેજો પાસે ત્રણ વર્ષના નાણાકીય હિસાબો માગવામાં આવ્યા છે. જેની ચકાસણી કર્યા બાદ સમિતિ દ્વારા ફી જાહેર કરાશે. હાલ FRC દ્વારા આ કોલેજોની પ્રોવિઝનલ (કામચલાઉ) ફી જાહેર કરાઈ છે. 10 કોલેજની પ્રોવિઝનલ ફી 1 લાખ કરતાં વધુ મંજૂર થઈ છે.

error: