આસ્થા ગામની શાળામાં અનોખો કાર્યક્રમ
મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
વસુંધરાગામના આર્મી જવાનનું કર્યું સન્માન
વડીલો,બેહનો,શાળાના વિદ્યાર્થીઓ રહ્યા હાજર
હાસોટના આસ્ટા ગામે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો હતો
“માટીને નમન, વીરોને વંદન” થીમ અંતર્ગત ઉત્સાહપૂર્વક રાષ્ટ્રભક્તિના પર્વની ઉજવણી ,તેમજ પંચ પ્રણ પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ, સેલ્ફી અપલોડ સહિતના કાર્યક્રમમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ સાથે જ શિલાફલકમના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ગામના સરપંચ તથા ગામના વડીલો, બેહનો તથા શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આસ્થા ગામના આર્મી જવાન અમિતનું અને તેમના પરિવારનો સન્માન કરી પ્રશસ્તી પત્ર અને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું ,સાથે સાથે વસુંધરાવંદન કાર્યક્રમને અનુરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વિડીયો જર્નાલિસ્ટ હેમંત ચાસીયા સાથે સત્યા ટીવી હાંસોટ