Satya Tv News

ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
ધારાસભ્યની આગેવાનીમાં ઉજવણી કરાઈ
ભગવાન બિરસા મુંડા ને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
આદિવાસી લોકોએ પ્રાંતકચેરી ખાતે આવેદનપત્ર

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્યની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી

YouTube player

ડેડીયાપાડા ખાતે એક ઐતિહાસિક રેલી યોજાઇ હતી, અને વિશ્વ આદિવાસી દિવસ ની આદિવાસીઓએ ઢોલ, નગારા અને આદિવાસી પરંપરાગત વાજિંત્રો વગાડી આદિવાસી પરંપરાગત પોશાક ધારણ કરી ઉત્સાહભેર ઉજવણી કરી હતી. અને હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો હતો, આ સાથે ડેડીયાપાડા ના પીઠા ગ્રાઉન્ડ ખાતે સભાના રૂપમાં રેલીને સંબોધતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના સમાજને જાગૃત થવાની હાકલ કરી હતી, અને પોતાના હક અધિકારો માટે એક મંચ પર આવવા આહવાન કર્યું હતું, તેમ જ મણીપુર ખાતે આદિવાસી મહિલાઓ ઉપર કરવામાં આવેલા બળાત્કાર તેમની હત્યા અને અત્યાચારોનો ભારે વિરોધ કરાયો હતો. મણીપુરના મામલે ડેડીયાપાડા ખાતે આદિવાસી આગેવાનોએ સમગ્ર મામલાને વઘોરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ સુપ્રત કર્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ સમાજના આગેવાનો દ્વારા કાઢવામાં આવી હતી, જે રેલી પીઠા ગ્રાઉન્ડથી યાહા મોગી સર્કલ પાસે આવીને ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. ત્યારબાદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી  દેડીયાપાડા

error: