Satya Tv News

ઇન્દીરા કોલોનીમાં ફરક આંકનો જુગાર
ભરુચ LCBએ જુગારિયાને ઝડપી પાડ્યો
કુલ 20 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે

વાલિયાના વટારીયા ગામની ઇન્દીરા કોલોનીમાં જુગાર રમતા એક જુગારિયાને 20 હજારથી વધુના મુદ્દામાલ સાથે ભરુચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો.

YouTube player

ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ભરુચ જીલ્લામાં પ્રોહીબિશન જુગારની અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આપેલ સૂચનાને આધારે એલસીબીના પી.આઈ. ઉત્સવ બારોટના માર્ગ દર્શન હેઠળ પીએસઆઈ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી, કે વટારીયા ગામમાં આવેલ ઇન્દીરા કોલોનીમાં ફરક આંકનો જુગાર ચાલી રહ્યો છે,જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા,પોલીસે સ્થળ પરથી રોકડા 10 હજાર અને ફોન મળી કુલ 20 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો,અને જુગાર રમાડતો જુગારી મનિષ હિમ્મત વસાવાને ઝડપી પાડ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: