Satya Tv News

રાજસ્થાનમાં પણ મધ્યપ્રદેશના સીધી પેશાબકાંડની ઘટના જેવી ઘટના સામે આવી છે. રાજસ્થાનના જામવરામગઢ વિસ્તારમાં એક દલિતે કોંગ્રેસના ધારાસભ્ય અને પોલીસ અધિકારી પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ વ્યક્તિનો દાવો છે કે ડેપ્યુટી એસપી શિવકુમાર ભારદ્વાજે તેના પર પેશાબ કર્યો હતો અને જામવરામગઢના કોંગ્રેસના ધારાસભ્ય ગોપાલ મીણાએ તેને પોતાનાં પગરખાં ચાટવા મજબૂર કર્યો હતો. ધારાસભ્ય અને ડેપ્યુટી એસપી સહિત ચાર લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. સીઆઈડીએ ધારાસભ્ય સામેના આરોપોને કારણે આ મામલાની તપાસ કરી રહી છે. દરમિયાન ધારાસભ્ય ગોપાલ મીણાએ આરોપોને ફગાવ્યા છે.

51 વર્ષીય પીડિતના જણાવ્યા અનુસાર, તે ટોડાલડી ગામમાં રહે છે. અને ખેતીવાડીનું કામકાજ કરે છે. 30 જૂનના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ તે તેની પત્ની અને ભાગીદાર સાથે ખેતરમાં કામ કરી રહ્યો હતો. અચાનક પોલીસકર્મીઓ આવ્યા અને તેમને બળજબરીથી કારમાં ઊંચકીને નાખી દીધા હતા. તેમનું અપહરણ કરીને ધારાસભ્ય ગોપાલ મીનાના ઘરે લઈ ગયા અને એક રૂમમાં બંધ કરી દીધા હતા. થોડી વાર પછી રૂમમાં આવેલા પોલીસકર્મીઓએ તેની સાથે મારપીટ કરી. પોતાને મુક્ત કરવાની વિંનતી કરી ત્યારે ડેપ્યુટી શિવ કુમાર ભારદ્વાજે તેના ચહેરા પર પેશાબ કર્યો હતો, અને કહ્યું- જામવરમગઢના રાજા ગોપાલ મીણાને નજરાણું આપ્યા વિના ટોડાલડીના ખેતરમાં આવવાની તારી હિંમત કેવી રીતે થઈ. ભારદ્વાજે મને માર માર્યો, અને ધમકી આપી હતી કે તમે ધારાસભ્યની અવહેલનાનું પરિણામ જોઈ લીધું છે. ત્યારબાદ તેમને હોલમાં લઈ જવામાં આવ્યા હતા.

ધારાસભ્ય ગોપાલ મીણા હોલમાં પોતાની ખુરશી પર બેઠા હતા. પીડિત સાથે કામ કરતા શંકરે ત્યાં આવીને ધારાસભ્ય ગોપાલ મીણાના પગે આજીજી કરી અને મુક્ત કરવા જણાવ્યું હતું. ધારાસભ્ય ગોપાલ મીણાએ કહ્યું- જ્યાં સુધી તે પોતાની જીભથી તેમના જૂતા સાફ નહીં કરે, ત્યાં સુધી જવા નહીં દઉં. પોતાનો જીવ બચાવવા તેણે ધારાસભ્યના જૂતા જીભથી સાફ કર્યા અને ત્યાંથી બહાર આવી ગયા. જતી વખતે ભારદ્વાજે ફરી ધમકી આપી. સરકાર અમારી છે. ધારાસભ્ય અમારા છે. ધારાસભ્ય ગોપાલ મીણાના આદેશ પર જ અમારી નિમણૂક કરવામાં આવી છે. જો તે ટોડલડીના ખેતરમાં ફરીથી જોવા મળશે તો તેની હત્યા કરી નાખવામાં આવશે અને લાશ પણ કોઈને નહિ મળે. પીડિતાના જણાવ્યા મુજબ, થોડા દિવસો પછી જ્યારે તે કેસ નોંધવા પોલીસ સ્ટેશન પહોંચ્યો તો પોલીસે કેસ નોંધ્યો ન હતો. આ પછી પીડિતએ એસપી રૂરલ અને ડીજીપીને અરજી કરી. પરંતુ કેસ નોંધાયો ન હતો. વ્યથિત થઈને પીડિતએ કોર્ટનો આશરો લીધો અને કોર્ટના માધ્યમથી 27 જુલાઈએ જામવરામગઢ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલાની એફઆઈઆર નોંધવામાં આવી.

ધારાસભ્ય ગોપાલ મીણાનું કહેવું છે કે તેમને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું, ‘આ જમીન સંબંધિત વિવાદ છે. કોઈપણ વ્યક્તિ આક્ષેપો કરી શકે છે. કેસની તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

error: