ફોફળિયા ગામના નાયરા પેટ્રોલ પંપ પર થઈ લૂંટ
બે શખ્સોએ 49 હજારની લૂંટ કરી થયા પલાયન
લૂંટની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
બે લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા
શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામ નજીક આવેલાં નાયરા પેટ્રોલ પંપ પર મધ્ય રાત્રીએ ત્રાટકેલાં બે બુકાનીધારી શખ્સો 49 હજારની લૂંટ કરી પલાયન થઈ જતાં શિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
શિનોર તાલુકાના સેગવાથી શિનોર જવાના માર્ગ પરના મોટા ફોફળિયા ગામ નજીક નાયરા પેટ્રોલ પંપ આવેલો છે.આ પેટ્રોલ પંપ ખાતે રાત્રીના 12 વાગ્યા બાદ વાહનો એકલ ડોકલ આવતાં હોવાથી પેટ્રોલ પંપના ત્રણ કર્મચારીઓ પૈકી રાજેશ તડવી અને વોચમેન સમીર કાજી ઓફિસની અંદર આરામ કરી રહ્યાં હતાં,જ્યારે મહેન્દ્ર તડવી ઓફિસ નજીકના પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં આરામ કરવા માટે ખાટલાંમા સૂતેલો હતો.તે સમયે મધ્ય રાત્રીના ત્રણ વાગ્યાંના અરસામાં બે બુકાનીધારી શખ્સો પેટ્રોલ લેવા માટે આવ્યા હતાં.જેને લઈને મહેન્દ્ર તડવી ખાટલાંમાંથી ઉઠીને ફીલિંગ સ્ટેશન પાસે જઈને પેટ્રોલ પંપનું મશીન ચાલુ કરી રહ્યો હતો. તે સમયે બન્ને બુકાનીધારી શખ્સોએ પાછળથી પકડી તેને દાતરડા જેવું હથિયાર બતાવી તેની પાસેથી પેટ્રોલ ફીલિંગના રોકડા રૂપિયા 43 હજાર તથા 6 હજારની કિંમતનો એક મોબાઈલ ફોન મળી 49 હજારની લૂંટ કરી પલાયન થઈ ગયા હતા.જો કે લૂંટની સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલાં CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.જે અંગેની જાણ શિનોર પોલીસને થતાં શિનોર PSI એ.આર.મહિડા પોલીસ કર્મીઓ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી CCTV ના વીડિયો ફુટેઝ મેળવી તેના આધારે બન્ને બુકાનીધારી લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતાં.
વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર