૧૧ થી ૧૩ ઑગષ્ટ દરમિયાન યુથ પાર્લામેન્ટ
25 સ્કૂલના 600 વિદ્યાર્થીઓ લેશે ભાગ
રાષ્ટ્રીય સુરક્ષા પરિષદને લગતા બિલો પર ચર્ચા
ભરૂચ ખાતે છાત્ર સંસદ દ્વારા યુવા ઉત્સાહીઓના વિચારો, સુચનો અને તેમના યુવા દ્રષ્ટિકોણના એક અદ્ભુત નજારાનું સાક્ષી બનવા માટે તૈયાર છે. એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે યુથ પાર્લામેન્ટનું તા.11 થી 13 ઓગસ્ટ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચના આંગણે સૌ પ્રથમ વાર યોજાઇ રહેલ આ મેગા ઇવેન્ટમાં ભરૂચ જિલ્લાના 600 થી વધુ વિદ્યાર્થીઓ જોડાશે,જેઓ આગામી ચૂંટણીઓ પૂર્વે વિધાનસભા, લોકસભા,રાજ્યસભા, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદને લગતા બિલો પર ચર્ચા કરશે.આ અંગે ની માહિતી પૂરી પાડવા એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલ ભરૃચ ખાતે પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચમાં યુવા સંસદ માત્ર એક ઘટના નથી, તે એક ભાવનાત્મક પ્રવાસ છે. ઉડાન ભરતા સપના અને ઉદ્દેશ્ય સાથે પડઘો પાડતા યુવા વિચારો દેશ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.એમિસ ઈન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર CA ઉત્પલ શાહે યુથ પાર્લામેન્ટના આયોજન અંગે માહિતી આપતા હૃદયપૂર્વકની લાગણી શેર કરી, “એમીક્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં,અમે કરુણા, બુદ્ધિ અને નેતૃત્વના બીજને પોષવામાં માનીએ છીએ.ભરૂચ યુવા સંસદ આ યુવાઓને તકોથી અમર્યાદિત ભવિષ્ય તરફ માર્ગદર્શન આપવાની અમારી પ્રતિબદ્ધતાને મૂર્તિમંત કરે છે.આ પ્રસંગે રોટરી કલબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ રિઝવાના જીમીનદાર, AECC ગ્લોબલના ગુજરાત હેડ,શ્રેયસ જોષી ઉપસ્થિત રહ્યા હતા.આ યુથ પાર્લામેન્ટમાં પસાર થયેલા તમામ કરાવો અને બિલોને તેમની મંજૂરી માટે વડાપ્રધાન કાર્યાલય, નીતિ આયોગ અને સંયુક્ત રાષ્ટ્રને મોકલવામાં આવશે.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ