ઝઘડિયાના પ્રાંકડ ગામના તળાવમાં દેખાયો મગર
પ્રાંકડ ગામમાં મગર દેખાતા લોકોમાં ફફડાટ
વનવિભાગના કમઁચારીઓએ કર્યું મગરનુ રેસ્ક્યુ
7 ફુટ જેટલા મગરની મહામુસીબતે કર્યું મગરનુ રેસ્ક્યુ
ઝઘડીયા તાલુકાના પ્રાંકડ ગામે આવેલ તળાવમાં થોડા દિવસ પહેલા એક મગર દેખા દેતા લોકોમાં ભય જોવા મળ્યો હતો.
મગર એકાએક પ્રાંકડ ગામે રાત્રીનાં સમયે મહેશ ભીખા વસાવાનાં ઘર પાસે દેખાતા તાત્કાલિક ધોરણે ઝઘડીયા વનવિભાગને જાણ કરાતાં વનવિભાગની ટીમ તથા સેવ એનિમલની ટીમ પ્રાંકડ ગામે દોડી આવી 7 ફુટ જેટલા મગરની મહામુસીબતે જહેમત ઉઠાવી મગરનુ રેસ્ક્યુ કરી પાંજરે પુરી સુરક્ષીત જગ્યાએ છોડવાની તજવીજ હાથ ધરી હતી..ઉલ્લેખનિય છે કે પાસે આવેલ નમઁદા નદીમાં મગરની તાદાદ વધતા ખોરાકના માટે માનવ વસ્તીમાં આવેલા તળાવમાં વસવાટ કરતા હોય છે. જેથી આ બાબતની જાણ વન વિભાગ ને કરવી હિત કારી છે.
વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા