ભરૂચ જિલ્લામાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ
શાળા કર્મચારી કો.ઓ. ક્રેડિટ સોસાયટી ખાતે કરાયું
જીવન જરૂરીયાતની વસ્તુઓનું વિતરણ કરાયું
82 ગરીબ,આનાથ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ
સંઘના હોદ્દેદારો શિક્ષકો રહ્યા ઉપસ્થિત
ધી ભરૂચ – નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો.ઓ.ક્રેડીટ સોસાયટી લીમીટેડ, ભરૂચ દ્વારા 82 ગરીબ અને આનાથ બાળકોને બાળ કલ્યાણ યોજના અંતર્ગત શૈક્ષણિક કિટ તથા જીવન જરૂરીયાતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું..
સામાજીક દાયતવના ભાગરૂપે શિક્ષણ સંઘ સમિતિ આનાથ બાળકો કે જેમણે પોતાના માતા પિતાને ગુમાવી ચુક્યા છે, તેમના વિકાસ માટે ભરૂચ-નર્મદા જિલ્લાના 82 બાળકોને 4 હજાર રૂપિયાથી વધુ કિંમતની શૈક્ષણિક કીટનું વિતરણ આજરોજ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કિશન વસાવા ના હસ્તે બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું..ધી ભરુચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારીઓ મંડળ દ્વારા પાછલા ચાર વર્ષથી શિક્ષણની સાથે સામાજિક સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે, ગત વર્ષે જિલ્લા કર્મચારી મંડળ દ્વારા 61 આનાથ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી, જેમાં આ વર્ષે નર્મદા અને ભરૂચ જિલ્લામાં 82 જેટલા અનાથ બાળકો નોંધવામાં આવ્યા હતા, જેમને ભણતર ઉપયોગી કીટનું વિતરણ શહેરના શક્તિનાથ વિસ્તારની શાંતિબાગ સોસાયટી નજીક આવેલ ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારી કો.ઓ. ક્રેડિટ સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ અને નર્મદા શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા,નરેશ ઠક્કર, પ્રવીણ કાછડીયા,પ્રવિણ સિંહ રણા સહિત સંઘના હોદ્દેદારો શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ