તાપી નદીના બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામ
બ્રિજ પર લોખંડની પ્લેટ ખસી જતાં સર્જાયો ટ્રાફિક
પ્લેટ ખસી જતાં વાહનચાલકો થયા હેરાન પરેશાન
સમગ્ર ઘટનાને લઈ NHAIની ટીમ થઈ દોડતી
કામરેજના આંબોલી નજીક તાપી નદીના બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામ, બ્રિજના સ્પાનને જોડતી લોખંડની પ્લેટ ખસી જતાં સર્જાયો ટ્રાફિક,નેશનલ હાઇવે પર આવેલા બ્રીજની પ્લેટ વારંવાર ખસી જતાં વાહનચાલકો થાય હેરાન પરેશાન,કાયમી ઉકેલ લાવવા વાહન ચાલકોની તંત્ર પાસે માંગ.
સુરતના કામરેજ નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ભારે ટ્રાફિક સર્જાયો છે,તંત્રની ગંભીર બેદરકારીને કારણે વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફીકમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે,આંબોલી નજીક અમદાવાદ – મુંબઈ નેશનલ હાઇવે પર તાપી નદીના બ્રિજ ઉપર લોખંડની પ્લેટ ખસી જતાં ભારે ટ્રાફિક સર્જાયો છે,NHAI ની બેદરકારી ને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે,થોડા દિવસો પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે લોખંડની પ્લેટ બદલવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ થોડા સમયમાં જ તાપી નદીના બ્રિજ ઉપર સ્પાન ને જોડતી લોખંડની પ્લેટ ખસી જતાં વાહન ચાલકો જીવના જોખમે વાહન પસાર કરવા મજબૂર બન્યા છે,યોગ્ય મરામત ને અભાવે થોડા થોડા સમયે બ્રિજ ઉપરની લોખંડની પ્લેટ ખસી જાય છે જેને કારણે હાઇવે ઉપર લાંબો ટ્રાફિક સર્જાય છે.
આંબોલી તાપી નદીના બ્રિજ ઉપર સતત ત્રીજી વખત લોખંડની પ્લેટ ખસી જતાં NHAI ના અધિકારીઓ કામે લાગ્યા છે,ફરી ખસી ગયેલી લોખંડની પ્લેટની રીપેરીંગ કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે વાહન ચાલકો વારંવાર થતી આ ઘટનાને લઈ ત્રાહિમામ પોકારી ઊઠયા છે,આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે,હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ NHAI ની ટીમ દોડતી થઈ છે અને તાપી નદીના બ્રિજ ઉકર યુદ્ધના ધોરણે રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત