વોટ્સએપ મેસેજ અને કોલમાં મહિલાએ ન્યૂડ વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ શરૂ કર્યું બ્લેક મેલિંગ
દિલ્હીની એક વ્યક્તિએ સાયબર ક્રાઈમ ઓફિસરની ઓળખ આપી યુટ્યુબ પરથી વિડીયો ડીલીટ કરવા ચાર વખત ઉઘરાણું કર્યું
નર્મદા જિલ્લાની દેડિયાપાડાની સરકારી સ્કૂલનો શિક્ષક સાયબર હની ટ્રેપનો ભોગ બન્યો છે. યુવતી સાથે મધમીઠી ગોષ્ઠિ કરવામાં ટોળકીએ શિક્ષકનો ન્યૂડ વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લઈ રૂપિયા 1.13 લાખ વસૂલી લીધા છે.
દેડિયાપાડા તાલુકાનો શિક્ષક જ મોહજાળમાં ફસાઈ સાયબર માફિયાઓનો ભોગ બન્યો છે. સરકારી શાળાનો 46 વર્ષીય શિક્ષકના મોબાઈલ પર શર્મા મહિલાના મેસેજ આવ્યા હતા.જે બાદ બન્ને વચ્ચે મેસેજિંગ અને વીડિયો કોલિંગ શરૂ થયું હતું. શિક્ષક મહિલાની મોહજાળમાં ફસાઈ વિડીયો કોલિંગ પર નિર્વસ્ત્ર થઈ જતા તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેવાયુ હતું.
જે બાદ તેની પાસે વિડીયો ડીલીટ કરવાના મહિલાએ પ્રથમ 5000 માંગ્યા હતા. જે બાદ દિલ્હી સાયબર ક્રાઇમના ઓફિસર તરીકે એન્ટ્રી કરી હતી. જેને યૂટ્યૂબ પરથી શિક્ષકનો ન્યૂડ વિડીયો હટાવવા શખ્સ દ્વારા અને અન્ય આશુતોષ સહુએ ફોન કરી 2 વખત એકાઉન્ટમાં 37,000/-, એક વખત 20,000/- અને એક વખત 17,700/- નખાવડાવી કુલ 1.13 લાખ ખંખેરી લેવાયા હતા. શિક્ષક પૈસા આપી થાકી ગયા બાદ અંતે દેડિયાપાડા પોલીસ મથકે મહિલા સહિત 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા