ભારતે વિશ્વને યોગની ભેટ આપી છે. સ્વસ્થ અને નિરોગી જીવન માટે યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તંદુરસ્તી અને સ્વસ્થ જીવન પદ્ધતિના પાયારૃપ માનવામાં આવ્યું છે.યુનો દ્વારા તંદુરસ્તી માટે યોગને મહત્ત્વ આપવાના ઉદ્દશે સાથે ૨૧મી જુને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ તરીકે ઉજવી સમગ્ર દુનિયામાં યોગના ફાયદા પહોંચાડવાના પ્રયાસ થઈ રહ્યા છે.જેના ભાગરૂપે આજરોજ ભરૂચ યોગાસન સ્પોર્ટ્સ એશો દ્વારા જિલ્લા સ્તરની યોગાસન ચેમ્પિયનશિપ 2023 નું આયોજન ડો.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું..આ યોગ સ્પર્ધામાં જિલ્લાના 200 થી વધુ સ્પર્ધકો એ ભાગ લઈ વિવિધ યોગના આશન કર્યા હતા.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,નગરપાલિકા વૉટરવર્ક કમીટી ના ચેરમેન હેમન્દ્ર પ્રજાપતિ,યોગાસન સ્પોર્ટસ એસોસિએશનના પ્રમુખ જયપ્રકાશ પાંડે,પવિત્ર બીસવાલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ