Satya Tv News

દેશમાં સિરિયલ કિલર્સનો એક એવો દુષ્ટ ગુનેગાર હતો, જેણે 14 વર્ષમાં 16 છોકરીઓને તેની જાળમાં ફસાવી, બળાત્કાર ગુજાર્યો, દાગીના લૂંટી લીધા અને તેમની હત્યા પણ કરી. આમ છતાં તે પોલીસની ચુંગાલથી દૂર રહ્યો હતો. તે સોનાના દાગીના વેચતો રહ્યો. તે પહેલાથી જ લગ્ન કરી ચૂક્યો હતો. તેમની પત્ની કેન્દ્ર સરકારમાં કર્મચારી હતી, તથા તેને ચાર વર્ષની એક દીકરી પણ હતી. સૌ પ્રથમ મહિલાને શિકાર બનાવી હતી. 30 વર્ષની ગાંવકર પિંક સિલાઈનું કામ કરતી હતી, જ્યારે તે ઓટોરિક્ષા સ્ટેન્ડ પર કામ કરતો હતો. મહિલાની લાશ મળી ત્યારે લોકોએ જણાવ્યું કે દાઢીવાળો માણસ તેને રોજ મળતો હતો, જે પછી રેપિસ્ટની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ અન્ય ડ્રાઇવરોએ કહ્યું કે જ્યારે મહિલા જ્યારે ગુમ થઈ ત્યારે રેપિસ્ટ બસ સ્ટેન્ડ પર જ હતો, આથી તે છૂટી ગયો હતો. બપોરના સમયે મોટા ભાગના લોકો સૂતા હતા ત્યારે તેણે હત્યા કરી હોવાનું કોઈના ધ્યાનમાં આવ્યું ન હતું. જ્યારે મહિલા હત્યા કેસમાં રેપિસ્ટ બચી ગયો, ત્યારે તેના જુસ્સામાં વધુ વધારો થયો. આ પછી, પછીના 14 વર્ષમાં, તેણે 16 છોકરીઓનો શિકાર કર્યો.

આ સિરિયલ કિલર અત્યંત હોંશિયાર હતો. તે ઓટોરિક્ષા ચલાવતો હતો અને ગરીબ છોકરીઓની શોધ કરતો હતો. તે બસ આશ્રયસ્થાનો, બજારો અને ઔદ્યોગિક વસાહતોમાં આવી છોકરીઓને શોધતો હતો. તે 20થી 35 વર્ષની ઉંમરની છોકરીઓનો શિકાર કરતો હતો..તે પોંડાની એક ગરીબ છોકરી હતી. રેપિસ્ટ તેને 50 હજાર રુપિયા આપવાનું વચન આપ્યું હતું, જે પછી તે તેને નિર્જન સ્થળે લઈ ગયો અને ત્યાં મારી નાખી હતી, વાસંતીનો મૃતદેહ પણ મળ્યો ન હતો. રેપિસ્ટની 21 એપ્રિલ, 2009ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે પોતાની જાતને ઉદ્યોગપતિ કહીને મહિલાઓને ફસાવતો.

આરોપી રેપિસ્ટ લગભગ 14 વર્ષ સુધી આવા ખૌફનાક કામ કરતો રહ્યો હતો,તેમ છતાં પકડાયો ન હોતો તેના મુખ્ય 3 કારણો હતો.
હકીકતમાં તે ગરીબ છોકરીઓનો ભોગ લેતો હતો. તેઓ ન તો સારા વકીલો કરી શક્યા કે ન તો પોલીસ પર દબાણ લાવી શક્યા. ત્રીજી હત્યા અને ચોથી હત્યા વચ્ચે આઠ વર્ષનું અંતર હતું. તેણે 1995 પછી 2003માં હત્યા કરી હતી. 1995માં ત્રણ, 2003માં એક, 2005માં પાંચ અને 2006માં ત્રણ હત્યાઓ કરવામાં આવી હતી. છેલ્લે એપ્રિલ 2007માં તેણે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.

error: