Satya Tv News

મહારાષ્ટ્રમાં થોડા સમય પહેલા એનસીપીમાંથી બળવો કરીને શિંદે-ભાજપ સરકારમાં જોડાઈ જનાર અજિત પવાર અને શરદ પવાર વચ્ચે મુંબઈમાં એક ઉદ્યોગપતિના બંગલે ગુપ્ત મુલાકાત થઈ હતી જેને લઈને હવે આજે ખુલાસો થયો છે તેઓ કેમ મળ્યાં હતા અને તેમની ગુપ્ત મુલાકાત પાછળ શું હેતું હતો. શરદ પવારે રવિવારે કહ્યું કે આ કોઈ ગુપ્ત બેઠક નથી. “ભત્રીજાને મળવામાં શું ખોટું છે? પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યને પરિવારના અન્ય સભ્યને મળવું હોય તો સમસ્યા શું છે? પવારે સોલાપુરમાં કહ્યું, “તે મારો ભત્રીજો છે અને હું પરિવારનો સૌથી વરિષ્ઠ સભ્ય છું. શરદ પવારે રવિવારે કહ્યું કે તેમની પાર્ટી ભાજપ સાથે નહીં જાય. જોકે કેટલાક ‘શુભેચ્છકો’ તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. “એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે, હું સ્પષ્ટ કરી રહ્યો છું કે મારી પાર્ટી ભાજપ સાથે નહીં જાય. ભારતીય જનતા પાર્ટી સાથેનો કોઈપણ સંબંધ એનસીપીની રાજકીય નીતિમાં બંધબેસતો નથી

error: