Satya Tv News

નગરના બહુધા વિસ્તારોમાં તિરંગા રેલી કાઢી દેશભક્તિ નો માહોલ બનાવ્યો

વાગરા નગરમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ હેઠળ ત્રિરંગા રેલીનું આયોજન કરાયુ

મોટી સંખ્યામાં પોલીસ જવાનો રેલીમાં જોડાયા

વાગરા ખાતે તાલુકાના ત્રણ પોલીસ મથક ની સયુંકત તિરંગા રેલી કાઢવામાં આવી હતી.રેલીમાં CISF,પોલીસ,SPC, સામાજિક અગ્રણીઓ સહિત ગ્રામજનોએ ભાગ લીધો હતો.તિરંગા યાત્રા નગરમાં નીકળતા દેશભક્તિ નો માહોલ બનવા પામ્યો હતો.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત
મેરી માટી મેરા દેશ નો કાર્યક્રમ વાગરા તાલુકા ના વાગરા,દહેજ અને મરીન પોલીસ મથકના સયુંકત ઉપક્રમે વાગરા નગરમાં તિરંગા રેલી કાઢવામાં આવી હતી.વાગરા નગરમાંથી હાથમાં તિરંગા લઈ નીકળેલી રેલી ને પગલે દેશ ભક્તિ નો માહોલ બનવા પામ્યો હતો.રેલીમાં દહેજ પી.આઈ.,મરીન પી.આઈ અને વાગરા પી.એસ.આઈ,CISF,પોલીસ જવાનો,સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ,સામાજિક અગ્રણીઓ,રાજકીય આગેવાનો સહિત સ્થાનિક લોકો જોડાયા હતા.આ પ્રસંગે વાગરા પોલીસ મથકે વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ હતુ.જયારે ઉપસ્થિત લોકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

ઝફર ગડીમલ,સત્યા ટીવી-વાગરા.

error: