કાનપુરના કલ્યાણપુરમાં સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બહેનના પ્રેમ સંબંધની જાણ થયા બાદ ભાઈ જ લાંબા સમયથી બેનનું યૌન શોષણ કરતો હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત તો એ છે કે દીકરીની ફરિયાદ બાદ માતા પણ પોતાના પુત્રના જ ટેકામાં હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે પીડિતાની ફરિયાદના આધારે પોલીસે તાંત્રિક ભાઈ અને માતા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી અને તાંત્રિક ભાઈને દબોચી લીધો છે. જ્યારે તેમની માતાની તબિયત ખરાબ હોવાથી તેને હાલ ધરપકડથી દૂર રખાય છે.
આ બાબતે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત એવી છે કે પીડિતાને ચાર વર્ષ અગાઉ એક યુવાન સાથે પ્રેમ સંબંધ હતો અને તે મામલે તેના ભાઈને જાણ થઈ હતી. આથી આરોપી ભાઈએ પોતાની બહેનને મારી અને તેમની વિરુદ્ધ કુકર્મ આચાર્ય હતું. આ કૃત્યમાં તેમની માતા પણ પીડિતાના ભાઈને ટેકો આપતી હતી અને પોતાની માતા આરોપી ભાઈને ભગવાન માનતી હોવાનું પણ પીડીતાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું અને જો આ અંગે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
બાદમાં પોલીસે ફરિયાદને આધારે આરોપીને દબોચી લઈ તેની વિરુદ્ધ ધમકી, મારપીટ, રેપ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીની બહેનનું થોડા સમય અગાઉ મોત નીપજ્યું હતું. જેમાં મોત પાછળ તાંત્રિક વિધિ જવાબદાર હોવાનું લોકો માનતા હતા. જેને લઈને આરોપી તંત્ર-મંત્ર અને પૂજા પાઠ ઉપર વધુ ધ્યાન આપવા મંડ્યો અને તે તાંત્રિક વિદ્યા શીખી જતા તેના માતા પિતા તેને ભગવાનની જેમ સેવા-સત્કાર કરવા લાગ્યા હતા.