Satya Tv News

PM મોદીએ રવિવારે 77માં સ્વતંત્રતા દિવસ પહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી હતી. આ ઝુંબેશના ભાગરૂપે તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પ્રોફાઇલ પિક્ચર પર ત્રિરંગાનો ફોટો મૂક્યો હતો. આ સાથે તેમણે દરેકને આવું કરવાની અપીલ પણ કરી હતી. આ તરફ PM મોદીની અપીલ પછી ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ તેમજ અન્ય ઘણા લોકોએ પણ આવું કર્યું. પરંતુ આ સમય દરમિયાન જેને પણપર પોતાનું ટ્વિટર DP બદલ્યુ કે તેમને બ્લુ ટિક મળી હતી, તે લોકોનું બ્લુ ટિક કાઢી નાખવામાં આવ્યું છે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સહિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓની બ્લુ ટિક પણ દૂર કરવામાં આવ્યું હતું. આ નામોમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના નામ સામેલ છે. જોકે આ સમયગાળા દરમિયાન ગ્રે ટીકવાળા નેતાઓ સાથે આ જોવા મળ્યું ન હતું.

નેતાઓની સાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ તેના X એકાઉન્ટનો ડીપી બદલી નાખ્યા બાદ ત્યારબાદ તેના એકાઉન્ટમાંથી બ્લુ ટિક પણ હટાવી દેવામાં આવ્યું હતું. કંપની ટૂંક સમયમાં જ આ તમામ એકાઉન્ટમાં તેમની ટિક પરત કરશે. જણાવી દઈએ કે X ના નવા નિયમો અનુસાર જો તમે તમારી પ્રોફાઇલ પિક્ચર બદલો છો તો તમારા એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવશે.

error: