Satya Tv News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને ‘વિશ્વકર્મા યોજના’ શરૂ કરવાનું વચન આપ્યું છે. 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર ધ્વજવંદન કર્યા બાદ કહ્યું કે, આવતા મહિનાથી આ યોજના લાગુ કરવામાં આવશે, જેની શરૂઆત 15,000 કરોડ રૂપિયાથી થશે. આ યોજના હેઠળ કારીગરો અને નાના ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોને મદદ કરવામાં આવશે.

વર્ષ 2023ના સામાન્ય બજેટમાં પણ સરકારે વિશ્વકર્મા યોજનાની વાત કરી હતી. તે દરમિયાન પણ PM મોદીએ આ યોજનાની ઘણી પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ યોજના નાના કારીગરોને MSME વિશે જાણવા અને તેની સાથે જોડવામાં મદદ કરશે.આ યોજના અંતર્ગત માત્ર નાણાકીય સહાય જ નહીં આપવામાં આવે, પરંતુ તાલીમ, આધુનિક ટેક્નોલોજીની જાણકારી અને ગ્રીન ટેક્નોલોજી, બ્રાન્ડનું પ્રમોશન, સ્થાનિક અને વૈશ્વિક બજારો સાથે જોડાણ, ડિજિટલ પેમેન્ટ અને સામાજિક સુરક્ષાનો પણ સમાવેશ થાય છે.

પીએમ સ્વનિધિ યોજના દ્વારા શેરી પરના ફેરિયાઓને મળી રહેલા લાભોની જેમ જ પીએમ વિશ્વકર્મા યોજનાથી પણ કારીગરોને ઘણો ફાયદો થશે. સરકાર દેશના દરેક વિશ્વકર્માને સર્વગ્રાહી સંસ્થાકીય સહકાર આપશે. આના કારણે સરળતાથી લોનની પ્રાપ્તિ, કૌશલ્ય, ટેકનિકલ સમર્થન, ડિજિટલ સશક્તિકરણ, બ્રાન્ડ પ્રમોશન, માર્કેટિંગ અને કાચા માલની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઇ શકશે. તેમણે આગળ કહ્યું હતું કે, “આ યોજનાનો ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરો અને હસ્તકલાકારોનો વિકાસ કરવાનો કરવાનો છે અને તેમની સમૃદ્ધ પરંપરાને જાળવી રાખવાનો છે”. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ય એ છે કે આજના વિશ્વકર્મા આવતીકાલના ઉદ્યોગસાહસિક બની શકે. આના માટે તેમના વ્યવસાય મોડેલમાં ટકાઉપણું હોય તે આવશ્યક બાબત છે”.

error: