PM મોદીએ મહર્ષિ અરબિંદો અને દયાનંદ સરસ્વતી તેમજ રાણી દુર્ગાવતી અને મીરાબાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. મણિપુર હિંસા અંગે તેમણે કહ્યું કે, મણિપુરમાં હિંસાનો સમયગાળો હતો.તેમણે કહ્યું કે, થોડા દિવસોથી મણિપુરમાં શાંતિ હોવાના અહેવાલો છે. દેશ મણિપુરની સાથે છે. PM મોદીએ કહ્યું કે, શાંતિથી જ ઉકેલનો રસ્તો મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને ઉકેલ શોધવા માટે કામ કરી રહી છે.
PM મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, 2014માં મેં પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું. તમે દેશવાસીઓએ મારા પર વિશ્વાસ કર્યો. મેં તમને આપેલા મારા વચનને વિશ્વાસમાં ફેરવી દીધું. 2019માં પ્રદર્શનના આધારે તમે મને ફરીથી આશીર્વાદ આપ્યા. પરિવર્તને મને બીજી તક આપી. હું તમારા બધા સપના પૂરા કરીશ. 2047નું સપનું સાકાર કરવાની સૌથી મોટી સોનેરી ક્ષણ આવતા પાંચ વર્ષ છે. આગામી 15 ઓગસ્ટે આ લાલ કિલ્લા પરથી હું તમારી સામે દેશની ઉપલબ્ધિઓ અને વિકાસ રજૂ કરીશ. આગામી 15મી ઓગસ્ટે ફરી આવીશ. હું ફક્ત તમારા માટે જ જીવું છું. જો હું પરસેવો કરું છું, તો હું તમારા માટે પરસેવો પાડુ છું. કારણ કે તમે મારો પરિવાર છો. હું તમારું દુ:ખ જોઈ શકતો નથી.
મોદીએ ગુલામીના સમયને યાદ કરતાં તેમણે કહ્યું કે, ઇતિહાસની કેટલીક ક્ષણો અમીટ છાપ છોડી જાય છે. રાજાની હારની એક નાની ઘટનાને કારણે ભારતને હજાર વર્ષની ગુલામીનો સામનો કરવો પડ્યો. PM મોદીએ કહ્યું કે, નાની નાની ઘટનાઓ પણ હજાર વર્ષ સુધી અસર છોડી દે છે. તેમણે કહ્યું કે, હું ઈતિહાસનો ઉલ્લેખ એટલા માટે કરી રહ્યો છું કારણ કે આ સમયે દેશ એવા મુકામે ઉભો છે જ્યાં લીધેલા નિર્ણયો હજાર વર્ષ આગળનું ભાગ્ય લખશે.
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે 10 વખત રાષ્ટ્રધ્વજ લાલ કિલ્લા પર ફરકાવ્યો હતો, આજે પ્રધાનમંત્રી મોદીએ પણ 10મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.