પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં પહેલીવાર લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધન કર્યું, ત્યારથી દર વર્ષે તેઓ સાફો પહેરીને જ ધ્વજવંદન કરે છે. દર વર્ષે નવા સાફા સાથે PM મોદી દેખાય છે અને આ પરંપરા PM મોદીએ આજે પણ જાળવી રાખી છે. PM મોદી સૌથી પહેલા રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રવાના થયા તે પહેલા જ તેમના સાફાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. આ વર્ષે PM મોદી પચરંગી સાફામાં જોવા મળ્યા.
(2022)
આ પહેલા એટલે કે ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર સફેદ રંગનો સાફો પહેર્યો હતો, જેમાં નાના નાના તિરંગા બેનેલા હતા.
(2021)
પીએમ મોદીએ આ વર્ષ માં સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી સંબોધન માટે કોલ્હાપુરી પેટા સ્ટાઈલનો સાફો બાંધ્યો હતો, જેનો એક ભાગ હવામાં લહેરાઈ રહ્યો હતો.
(2020)
જ્યારે દેશ કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો, તે સમયે પીએમ મોદીએ 15મી ઓગસ્ટ ના રોજ લાલ કિલ્લા પર ધ્વજવંદન કરતી વખતે ક્રિમ કલરની સ્ટ્રિપવાળો ભગવા કલરનો સાફો પહેર્યો હતો.
(2019)
15 ઓગસ્ટ ના રોજ પીએમ મોદીએ પહેરેલ સાફો ખૂબ જ સુંદર હતો. આ સાફાને ટાઈ એન્ડ ડાઈ અને લહેરિયા પ્રિન્ટથી તૈયાર કરવામાં આવ્યો હતો. પહેલીવાર પીએમ મોદી સાફામાં અનેક રંગો સાથે જોવા મળ્યા હતા. પીએમ મોદી પર લાલ, પીળો, વાદળી, જાંબલી, લીલો વગેરે રંગોથી સજાવેલો આ સાફો ખૂબ જ સુંદર લાગતો હતો
(2018)
પીએમ મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી સંબોધન દરમિયાન કેસરિયા કલરનો સાફો પહેર્યો હતો. સાફાની નીચેનો ભાગ લાલ રંગનો હતો, જેના પર સફેદ બાંધણીની પ્રિન્ટ પણ હતી.
(2017)
સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ જે સાફો પહેર્યો હતો, તે દર વર્ષ કરતા ઘણો લાંબો હતો. તેની લંબાઈ એટલી હતી કે તેનો પાછળનો ભાગ પીએમ મોદીના ઘૂંટણ સુધી પહોંચી રહ્યો હતો. પીએમ મોદીના આ લાંબે સાફામાં કેસરી અને લાલ રંગ હતા. તેના પર સફેદ રંગની ચેકર્ડ ડિઝાઈ બનાવવામાં આવી હતી.
(2016)
15 ઓગસ્ટના રોજ સંબોધન સમયે પીએમ મોદીએ રાજસ્થાનની પ્રખ્યાત લહરિયા ડાઇંગ પ્રિન્ટ ટેકનિકથી તૈયાર કરવામાં આવેલો સાફો પહેર્યો હતો. ટાઈ એન્ડ ડાઈથી બનેલા આ ગુલાબી, પીળા અને લાલ રંગના સાફાની વચ્ચોવચ સફેદ રંગની હિંટ પણ હતી. આ સાફાને ગજશાહી સાફો પણ કહેવામાં આવે છે.
(2015)
સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ ચેકર્ડ મસ્ટર્ડ યલો કલરનો સાફો પહેર્યો હતો. આ સાફામાં પીળા, લાલ અને ગુલાબી રંગના પટ્ટાઓ હતા.
(2014)
લાલ કિલ્લા પરથી તેમના પ્રથમ સ્વતંત્રતા દિવસના સંબોધન સમયે પીએમ મોદીએ જોધપુરી બાંધેજ સાફો બાંધ્યો હતો. આ સાફાની ઉપરનો ભાગ લાગ અને નીચેનો ભાગ લીલો હતો.
.